ટોપ ન્યૂઝશેર બજાર

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે શેરબજારમાં વધારો, સેન્સેક્સમાં 110 પોઇન્ટનો ઉછાળો…

મુંબઈ : ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ હોવા છતાં આજે શેરબજારની શરૂઆત મજબૂત રહી. જેમાં આજે સેન્સેક્સ 110 પોઈન્ટના વધારા સાથે 80907 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 39 પોઈન્ટના વધારા સાથે 24500 પર ખૂલ્યો હતો.
જોકે શરૂઆતમાં બીએસએઇ સ્મોલકેપ અને બીએસએઇ મિડકેપ સૂચકાંકો બંનેએ સત્રની શરૂઆત ઘટાડા સાથે ખૂલ્યા હતા. શરૂઆતના કારોબારમાં BSE મિડકેપ સૂચકાંકો 100 પોઈન્ટથી વધુ ઘટ્યા હતા.

30 મોટી કંપનીઓમાંથી 10 કંપનીઓ વધારો જોવા મળ્યો
આજના શરૂઆતના કારોબારમાં સેન્સેક્સની 30 મોટી કંપનીઓમાંથી 10 કંપનીઓ વધારો જોવા મળ્યો જ્યારે 20 શેર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ટ્રેડિંગની શરૂઆતમાં, ફાર્મા અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે નિફ્ટી ઓટો અને મેટલ ઇન્ડેક્સ શેરોમાં વધારા સાથે ટ્રેડિંગ જોવા મળ્યું હતું.

સન ફાર્મા લગભગ 1.44 ટકા ઘટ્યો
સેન્સેક્સના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, એચસીએલ ટેક, એટરનલ અને ટેક મહિન્દ્રા શરૂઆતના કારોબારમાં વધારા સાથે ખૂલ્યા હતા. જેમાં ત્રિમાસિક પરિણામોને કારણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લગભગ 1.85 ટકા વધ્યો હતો. બીજી તરફ સન ફાર્મા, ટાઇટન, અદાણી પોર્ટ્સ અને મારુતિ ઘટાડા સાથે ટ્રેડ થયા હતા. જેમાં સન ફાર્મા લગભગ 1.44 ટકા ઘટ્યો હતો.

રોકાણકારોની નજર યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિની જાહેરાત પર
આ દરમિયાન એશિયન બજારો સ્થિર રહ્યા હતા. જ્યારે યુએસ શેરબજારો રાતોરાત નીચા સ્તરે બંધ થયા હતા. જેમાં S&P 500 એ 20 વર્ષમાં તેની સૌથી લાંબી તેજીનો દોર તોડી નાખ્યો. રોકાણકારોની નજર બુધવારે યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિની જાહેરાત પર રહેશે. જેમાં સેન્ટ્રલ બેંક મોટાભાગે વ્યાજ દરો યથાવત રાખે તેવી અપેક્ષા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button