ટોપ ન્યૂઝશેર બજાર

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 165 પોઇન્ટનો વધારો

મુંબઈ : ભારત પાકિસ્તાન તણાવ અને મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની ફ્લેટ શરૂઆત થઇ છે. જેમાં સેન્સેક્સ 165.56 પોઈન્ટ વધીને 80,912.34 પર ખૂલ્યો. જ્યારે નિફ્ટી 17.1 પોઈન્ટ વધીને 24,431.50 પર ટ્રેડ થઇ રહ્યો છે. સેન્સેક્સના શેરોની વાત કરીએ તો, સૌથી વધુ તેજી ટાટા મોટર્સમાં જોવા મળી. આ ઉપરાંત પાવર ગ્રીડ, કોટક બેંક, ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, એચસીએલ ટેક, ટીસીએસ, બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એશિયન પેઇન્ટ્સના શેરમાં વધારો જોવા મળ્યો

જ્યારે ઝોમેટો, મારુતિ સુઝુકી, આઇટીસી, નેસ્લે ઇન્ડિયા, એચડીએફસી બેંક, એચયુએલ, સન ફાર્મા, રિલાયન્સ, ટાટા સ્ટીલ, ટાઇટન, એનટીપીસી, ભારતી એરટેલ અને આઇસીઆઇસીઆઇ બેંકના શેરમાં ઘટાડો જોવા મળ્યો.

આ પણ વાંચો ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ…

એશિયન બજારોમાં મિશ્ર વલણ

યુએસ ફેડરલ રિઝર્વની નીતિને પગલે વોલ સ્ટ્રીટ પર રાતોરાત વધારા બાદ ગુરુવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી 225 0.28 ટકા વધ્યો, જ્યારે ટોપિક્સ સ્થિર રહ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.36 ટકાનો વધારો થયો હતો, જ્યારે કોસ્ડેકમાં 0.61 ટકાનો વધારો થયો હતો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સે ઊંચી શરૂઆતનો સંકેત આપ્યો, યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કોઇ ફેરફાર નથી કર્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button