ટોપ ન્યૂઝવેપારશેર બજાર

Stock Market : શેરબજારમાં આજે પણ પ્રોફિટ બુકિંગનું દબાણ, Sensexમાં 150 પોઈન્ટનો ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારમાં(Stock Market)આજે પણ પ્રોફિટ બુકિંગનું દબાણ જોવા મળી રહ્યું છે. જેના લીધે સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. જેમાં સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ લગભગ 150 પોઈન્ટના ઘટાડા સાથે 84,836.45 પોઈન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટીની શરૂઆત લગભગ 30 પોઈન્ટના ઘટાડા સાથે 25899.45 પોઈન્ટ પર થઈ હતી. જોકે, બાદમાં માર્કેટમાં થોડી રિકવરી જોવા મળી હતી. સવારે 9:20 વાગ્યે, સેન્સેક્સ 84,880 પોઈન્ટની નજીક લગભગ 30 પોઈન્ટના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો અને નિફ્ટી 5 પોઈન્ટના નજીવા ઘટીને 25,935 પોઈન્ટ પર હતો.

શરૂઆતના વેપારમાં Sensexના 20 શેરમાં ઘટાડો

શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ પર લગભગ 20 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. પ્રારંભિક સત્રમાં, એશિયન પેઇન્ટ્સ લગભગ 0.80 ટકા જેટલો સૌથી વધુ ઘટ્યો હતો. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઈન્ફોસીસ અને ટીસીએસ જેવા મોટા આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ પાવર ગ્રીડ કોર્પોરેશનના શેરમાં 4 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા સ્ટીલ જેવા શેરો પણ સારા નફા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.


| Also Read: Stock Market : શેરબજારમાં પ્રોફિટ બુકિંગનું દબાણ, સેન્સેક્સમાં 67 પોઇન્ટનો ઘટાડો


બજાર ખુલતા પહેલા દબાણના સંકેતો જોવા મળ્યા

શેર બજારમાં કારોબારની શરૂઆત પહેલા દબાણના સંકેત દેખાઈ રહ્યા હતા. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ લગભગ 80 પોઈન્ટના ઘટાડા સાથે 84,835 પોઈન્ટ પર આવી ગયો હતો, જ્યારે નિફ્ટી લગભગ 40 પોઈન્ટના ઘટાડા સાથે 25,900 પોઈન્ટની નીચે ગયો હતો. સવારે GIFT સિટીમાં નિફ્ટી ફ્યુચર પણ લગભગ 20 પોઈન્ટના ડિસ્કાઉન્ટ સાથે 25,925 પોઈન્ટ પર હતો.


| Also Read: Anil Ambani ના પુત્ર અનમોલને સેબીએ ફટકાર્યો 1 કરોડનો દંડ, જાણો સમગ્ર મામલો


વૈશ્વિક બજારની સ્થિતિ

મંગળવારે અમેરિકન બજારો મજબૂતી સાથે બંધ થયા હતા. વોલ સ્ટ્રીટ પર, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.20 ટકાના નજીવા વધારા સાથે બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 0.25 ટકા વધ્યો અને ટેક-ફોકસ્ડ ઇન્ડેક્સ નાસડેક 0.56 ટકા વધ્યો આજે બુધવારે એશિયન માર્કેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી સપાટ છે. પરંતુ ટોપિક્સ 0.3 ટકા ઉપર છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.4 ટકા અને કોસ્ડેક 0.43 ટકાના વધારામાં છે. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સમાં સારી શરૂઆતના સંકેત દેખાઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button