મુંબઇ: નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારની(Stock Market) શરૂઆત વધારા સાથે થઈ હતી. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સેન્સેક્સ 112 અંક વધીને 81165 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 33 પોઈન્ટના વધારા સાથે 24845 ના સ્તર પર ખૂલ્યો હતો. જો કે તેની બાદ સેન્સેક્સ 60.26 પોઈન્ટ ઘટાડા સાથે 80,989.92 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 8.55 પોઈન્ટના વધારા સાથે 24,802.95 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું
એશિયન બજારની વાત કરીએ તો વોલ સ્ટ્રીટમાં રાતોરાત વેચવાલી અને જાપાનના ફુગાવાના આંકડા જાહેર થયા બાદ શુક્રવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું . જાપાનનો નિક્કી 0.2 ટકા વધ્યો હતો. જ્યારે ટોપિક્સ 0.32 ટકા વધ્યો હતો.
યુએસ શેરબજાર નબળાઈ સાથે બંધ થયું હતું
ટેક શેરોમાં વેચવાલીને કારણે ગુરુવારે યુએસ શેરબજાર નબળાઈ સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 177.71 પોઈન્ટ અથવા 0.43 ટકા ઘટીને 40,712.78 પર છે. જ્યારે S&P 50.21 અંક ઘટીને 5,570.64 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક કમ્પોઝિટ 299.63 પોઈન્ટ્સ ઘટીને 17,619.35 પર થ