![Stock Market: General upswing in stock market, Sensex up 569.93 points](/wp-content/uploads/2024/11/BSE-3-1-1-2.webp)
મુંબઈ: આ અઠવાડિયું ભારતીય શેરબજારના રોકાણકારો માટે નિરાશાજનક રહ્યું છે, બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. એવામાં આજે ગુરુવારે શેરબજાર સામાન્ય વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યું (Indian Stock market opening) હતું. ગુરુવારે, બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 30.02 પોઈન્ટના વધારા સાથે 76,201.10 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો નિફ્ટી 10.50 પોઈન્ટના ઉછાળા સાથે 23,055.75 પોઈન્ટ પર ખુલ્યો હતો.
ફ્લેટ શરૂઆત બાદ ભારતીય બજારમાં થોડી તેજી નોંધાઈ છે. સવારે સાડા નવ વાગ્યે સેન્સેક્સ 131.10 પોઈન્ટના વધારા સાથે 76,296.98 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 32.90 પોઈન્ટના વધારા સાથે 23,078.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો. હેલ્થ કેર અને ફાર્માના શેરોમાં વધારો નોંધાયો છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમન દ્વારા સંસદમાં નવું આવકવેરા બિલ રજૂ કરવાના એ પહેલા બજારમાં તેજી નોંધાઈ છે.
Also read: શેરબજારની હરિયાળી શરૂઆત; આ શેરોમાં મોટો ઉછાળો
સેન્સેક્સના 30 શેરોમાં, ઝોમેટો લિમિટેડનો શેર સૌથી વધુ 2.24 ટકાનો વધારો નોંધાયો. ત્યારબાદ કોટક મહિન્દ્રા બેંક લિમિટેડનો શેરમાં 1.78 ટકાનો વધારો નોંધાયો અને બજાજ ફિનસર્વ લિમિટેડના શેરમાં 1.23 ટકાનો વધારો નોંધાયો. સેન્સેક્સના 30 માંથી 11 શેરો રેડ ઝોનમાં ટ્રેડ થઇ રહ્યા હતાં.
નિફ્ટી સેક્ટોરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ સૌથી વધુ 1.50% વધીને 13,691.25 પર પહોંચ્યો, ત્યારબાદ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ, જે 1.52% વધીને 21,464.30 પર પહોંચ્યો, અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર ઇન્ડેક્સ, જે 0.74% ઘટીને 39,216.00 પર પહોંચ્યો.