નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે પણ મંદી હાવી રહી છે. સેન્સેક્સમાં 800 પોઈન્ટનું મસમોટું ગાબડું પાડવા સાથે બીએસઈના માર્કેટ કેપિટલમાં આઠ લાખ કરોડનું ધોવાણ થયું છે. નિફ્ટી પણ 24,200ની નીચે સરકી ગયો છે.
સેન્સેક્સ અને નિફ્ટીએ ચાર દિવસની પછડાટ બાદ શુક્રવારે નિરસ અને મંદીના માહોલમાં કામકાજનો પ્રારંભ કર્યો હતો, ખાસ કરીને કોર્પોરેટ ક્ષેત્રની નબળી કામગીરી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીના કારણે બજારનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું છે.
| Also Read: દિવાળી પહેલા શેર માર્કેટમાં કડાકો: ‘Sensex’ 700 પોઈન્ટ તૂટ્યો; આ બેંકનો શેર 18% તુટ્યો, જાણો કારણ
કંપની પરિણામ ધારણા અનુસાર જ નબળા આવી રહ્યા છે. ખાસ કરીને આ સત્રમાં ખાનગી ક્ષેત્રની બેન્ક ઇન્ડસઇન્ડ બેંક અને પાવર કંપની એનટીપીસીમાં ઘટાડાથી બજારને અસર થઈ હતી. આ બંનેના ત્રિમાસિક પરિણામો નિરાશાજનક રહ્યા હોવાથી તેના શેરમાં મોટી વેચવાલી જોવા મળી હતી.
આજે કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ડિગો, બીપીસીએલ, બેંક ઑફ બરોડા, એચ પી સી એલ, આઈડીબીઆઈ બેંકના ત્રિમાસિક નાણાકીય પરિણામ જાહેર થઈ રહ્યા છે.
| Also Read: તમે સિગારેટના કશમાંથી આ કંપનીએ જોરદાર નફો કર્યો, ITCએ Q2માં મજબૂત પરિણામો જાહેર કર્યા
બજારના સાધનોએ જણાવ્યું હતું કે આજે શેરબજારને ગબડવા માટે અનેક કારણ મળ્યા હતાં. આ કારણોમાં કોર્પોરેટ ક્ષેત્રની બીજા ક્વાર્ટરની નબળી કમાણી અને એફ આઈ આઈની વેચવાલી ઉપરાંત યુએસ બોન્ડની ઊંચી ઉપજ અને મજબૂત ડોલર, યુએસ ચૂંટણી અને આક્રમક રેટ કટની સંભાવનાઓ ધૂંધળી થઈ જવાનો સમાવેશ છે.