
મુંબઈ: આ અઠવાડિયે ભારતીય શેરબજાર રોકાણકારોને સતત ઝટકા આપી રહ્યું (Indian Stock Market) છે, આજે અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ 105.36 પોઈન્ટના ઘટાડા સાથે 76,188.24 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEનો ઇન્ડેક્સ નિફ્ટી 21.00 પોઈન્ટના ઘટાડા સાથે 23,050.80 પોઈન્ટ પર ખુલ્યો.
ઓપનીંગ બાદ મોટો ઘટડો:
ઓપનીંગ બાદ બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં મોટો ઘટાડો નોંધાયો, બંને ઇન્ડેક્સમાં લગભગ 1%નો ઘટાડો નોંધાયો. સતત છઠ્ઠા સેશનમાં આ બંને ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો છે. સવારે 10.05 વાગ્યે સેન્સેક્સ 860 પોઈન્ટ ઘટીને 75,430.23 પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી લગભગ 260 પોઈન્ટ ઘટીને 22,814 પર પહોંચ્યો હતો.
આ સેક્ટરમાં મોટો ઘટડો:
આજે FMCG, બેંકિંગ અને એનર્જી સેક્ટરના શેરોમાં મોટા ઘટાડાને કારણે, બંને એક્સચેન્જના મુખ્ય ઇન્ડેક્સ, સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સતત ત્રીજા દિવસે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. જ્યારે, આઈટી શેરો સામાન્ય તેજી જોવા મળી રહી છે.
Also read: શેરબજારની નબળાઈનું કારણ
નિફ્ટી રિયલ્ટીમાં 2.62% અને નિફ્ટી મીડિયામાં 2.53% ઘટાડો થયો નોંધાયો છે. નિફ્ટી આઇટીમાં 0.28%નો નજીવો વધારો નોંધાયો છે. નિફ્ટી સ્મોલકેપ 250 ઇન્ડેક્સ 3% થી વધુ તુટ્યો, જ્યારે નિફ્ટી માઇક્રોકેપ 250 ઇન્ડેક્સમાં 2.92%નો ઘટાડો નોંધાયો.
ટોપ લૂઝર્સ:
સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઝોમેટો, રિલાયન્સ, અદાણી પોર્ટ્સ અને ઇન્ડસઇન્ડ બેંકના શેરો સૌથી વધુ તૂટ્યા છે. જ્યારે નિફ્ટીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, એક્સિસ બેંક અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો. નિફ્ટીના 433 શેરો તેમના 52 વિક-લો સ્તરે પહોંચ્યા હતા, જ્યારે સેન્સેક્સમાં 556 શેરો 52 વિક-લો સ્તરે પહોંચ્યા હતા.
ગઈ કાલે પણ બજારે રોવડાવ્યા હતા:
ગઈ કાલે મંગળવારે બજારની શરૂઆત ફ્લેટ રહી હતી. ફ્લેટ શરૂઆત બાદ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે, BSE સેન્સેક્સ 1018.20 પોઈન્ટ ઘટીને 76,293.60 પોઈન્ટ પર બંધ થયો હતો, અને નિફ્ટી 309.80 પોઈન્ટ ઘટીને 23,071.80 પોઈન્ટ પર બંધ થયો હતો.