Nifty Below 24,600; Sensex Drops 270 Points

Stock Market: શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ યથાવત, સેન્સેકસમાં 270 પોઇન્ટનું ગાબડું

મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)ઘટાડાનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે. જેમાં સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સ 270 પોઈન્ટના ઘટાડા ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 0.18 ટકાના ઘટાડા સાથે 24,633.90 પર ખુલ્યો હતો. શરૂઆતમાં બજાજ હેલ્થકેર, CEAT,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ડેલ્ટા કોર્પ, કિર્લોસ્કર ઓઈલ એન્જીન્સ, વિપ્રો, RITES,યુનો મિંડા, લિંક, પૂનાવાલા ફિનકોર્પ, શ્રી રેણુકા સુગર્સ, રિલાયન્સ પાવર અને લૌરસ લેબ્સ જેવા શેરો પણ નજર હેઠળ રહેશે.

કોટક બેંક નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં

જેમાં શરૂઆતના કારોબારમાં હિન્દુસ્તાન યુનિલિવર 3.66 ટકા, ટાટા કન્ઝ્યુમર 3.20 ટકા , બ્રિટાનિયા 2.10 ટકા , નેસ્લે 1.98 ટકા અને ટ્રેન્ડ લગભગ એક ટકા ઘટ્યો જે નિફ્ટીના ટોપ લૂઝર્સની યાદીમાં છે. જ્યારે એલ એન્ડ ટી, એસબીઆઇ એચડીએફસી લાઇફ અને કોટક બેંક નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં છે. નિફ્ટી હાલમાં 33 પોઈન્ટ ઘટીને 24644 પર છે અને સેન્સેક્સ 173 પોઈન્ટ ઘટીને 81536 પર ટ્રેડ થઇ રહ્યો છે.


Also read: http://શૅરબજાર કોન્સોલિડેશનના સ્પીડ બ્રેકર્સ વચ્ચે તેજીનો હાથ પકડી રાખે એવી સંભાવના


એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું

એશિયન બજારોમાં મિશ્ર વલણ હતું. જાપાનની બહાર એશિયા-પેસિફિક શેર્સનો MSCIનો વ્યાપક સૂચકાંક 0.2 ટકા ઘટ્યો હતો. જાપાનનો નિક્કી 225 0.5 ટકા વધ્યો હતો, જ્યારે ટોપિક્સ 0.4 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.6 ટકા ઘટ્યો હતો. જ્યારે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોસ્ડેકમાં 2.9 ટકાનો ઘટાડો થયો હતો.

Back to top button