નિલેશ વાઘેલા
મુંબઇ: સતત પાંચ દિવસની આગેકૂચ બાદ શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે પીછેહઠ જોવા મળી છે. સેન્સેકસ 520 પોઇન્ટ ગબડ્યો છે જ્યારે નિફ્ટી 22,450ની નીચે સરકી ગયો છે. સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે મિશ્ર વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે તેમ જ ટેકએમ અને એચડીએફસી બેન્ક, બજાજ ફાઇનાન્સમાં થયેલા નુકસાનને કારણે નીચી સપાટીએ ગબડ્યા હતા.
ક્ષેત્રીય રીતે, આઇટી અને મેટલ સૂચકાંકો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ઇન્ડેક્સમાં સામેલ હતા, આ દરેક ઇન્ડેક્સમાં એકાદ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. નાના શેરોમાં લેવાલીનું આકર્ષણ જળવાઈ રહ્યું હતું. આ સત્રમાં પણ વ્યાપક બજાર સૂચકાંકો વધ્યા હતા અને બેન્ચમાર્કને આઉટપરફોર્મ કરી રહ્યા હતા.
ટેક મહિન્દ્રાનો શે ચોથા ક્વાર્ટરમાં પરિણામોની જાહેરાત પછી 10 ટકા વધ્યો હતો. એ જ રીતે ચોથા ત્રિમાસિક પરિણામો પછી બજાજ ફાઇનાન્સ પાંચ ટકા વધ્યો હતો. મારુતિ, એચસીએલ ટેક, બજાજ ફિનસર્વ, એસબીઆઈ લાઈફ પણ પરિણામ જાહેર કરશે. બેંક ઓફ જાપાનના નિર્ણયને પગલે યેન 34 વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે. ગોલ્ડમેન સાશે એ ઝોમેટોની ટાર્ગેટ પ્રાઇસ વધારીને રૂ. 240 જાહેર કરી છે.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, ગઈકાલે સ્થાનિક સંસ્થાઓનો રૂ. 6167 કરોડની જંગી ખરીદીનો સપોર્ટ મળવાથી સતત પાંચમા દિવસે બજારની મક્કમતા સ્પષ્ટ જોવા મળી છે, જે સતત FIIના વેચાણ પર સંપૂર્ણપણે હાવી રહે છે. આ જંગી ખરીદીએ શોર્ટ કવરિંગની ફરજ પાડી છે જે એક દિવસમાં 1.24 લાખથી 53500 સુધીની શોર્ટ પોઝિશનમાં તીવ્ર ઘટાડાથી સ્પષ્ટ થાય છે. યુએસ 10-વર્ષના બોન્ડ યીલ્ડ 4.7% થી ઉપર વધવા સાથે, FII વેચાણ કરવાનું ચાલુ રાખશે. આ બુલ માર્કેટમાં બાય ઓન ડીપ્સ વ્યૂહરચના સારી રીતે કામ કરી રહી છે અને રોકાણકારો આ વ્યૂહરચનાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે.
Taboola Feed