
નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત અંગે વધુ સ્પષ્ટ સંકેતની પ્રતીક્ષામાં વિશ્વબજારમાં જોવા મળેલા સાવચેતીના માનસ સાથે સ્થાનિક સ્તરે પણ રોકાણકારો મોટા લેણથી અળગા રહ્યા છે શેરબજારમાં સાવચેતીના માનસ વચ્ચે નરમ હવામાન જોવા મળ્યું છે અને નિફ્ટી 22,050 નીચે જઈ પાછો ફર્યો છે.
નિષ્ણાતો માને છે કે ત્રણ સત્રના ટૂંકા સત્રમાં માર્ચ મહિનાની એક્સપાઈરી સાથે નાણાકીય વર્ષના અંત તેમ જ આવનારી ચૂંટણી જેવા કારણોસર બજાર નીચા વોલ્યુમ સાથે અથડાયેલું રહેવાની શક્યતા છે.
વૈશ્વિક બજારના નબળા મૂડ વચ્ચે રોકાણકારોએ નફો બુક કર્યો હોવાથી સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોએ મંગળવારે નરમ ટોન સાથે શરૂઆત કરી હતી. ફેડરલ દ્વારા રેટ કટ આઉટલૂક પરના આશાવાદને કારણે સર્જાયેલી વૈશ્વિક રેલીમાં વિરામ આવી જતાં એશિયન બજારોમાં પ્રારંભિક સુધારો ધોવાઇ ગયો હતો.
અચરજની વાત એ છે કે સાવચેતીના માહોલમાં અને વિશ્લેષકો ઉપરાંત ખુદ બહાર નિયામકની ચેતવણી છતાં નાના શેરમાં આકર્ષણ યથાવત રહ્યું છે! વ્યાપક બજારો મિશ્ર વલણ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ક્ષેત્રીય રીતે, ઓટો અને મેટલ પેકમાં ટ્રેક્શન આકર્ષણ વધ્યું હતું.
ટોચના માર્કેટ એનલીસ્ટે જણાવ્યું હતું કે, “માર્ચ એફએન્ડઓ કોન્ટ્રાક્ટ્સ ગુરુવારે સમાપ્ત થતાં વોલેટિલિટીની અપેક્ષા છે, જ્યારે એક્સેન્ચરની સુધારેલી આવકની આગાહીને પગલે આઇટી શેરોમાં વેચવાલી ચાલુ રહી શકે છે. ટીસીએસ12મી એપ્રિલે Q4 અર્નિંગ સિઝનની શરૂઆત કરશે, ત્યારે નવો જોવા મળી એ શક્ય છે.
 


