નિલેશ વાઘેલા
મુંબઇ: સેન્સેક્સ અને નિફ્ટી 50, સોમવારે સતત બીજા સત્રમાં નીચા મથાળે ખુલ્યા અને માહોલ મંદીનો છે. જોકે એની પાછળ બજેટ નહિ, પરંતુ નબળા કોર્પોરેટ પરિણામની ચિંતા, યુએસ વેપાર નીતિમાં અનિશ્ચિતતા અને વિદેશી ફંડની સતત વેચવાલીના પ્રવાહને કારણે સર્જાયેલું દબાણ હોવાનું બજારના અભ્યાસુઓ જણાવે છે.
સપ્તાહના પહેલા દિવસે આજે સવારે 9:18 વાગ્યે, સેન્સેક્સ 540 પોઈન્ટ (0.74%) ઘટીને 75,617 પર હતો, જ્યારે નિફ્ટી-50 166 પોઈન્ટ (0.72%) ઘટીને 22,926 પર હતો.
સેન્સેક્સ અને નિફ્ટી 50 સોમવારે સતત બીજા સત્રમાં નીચા ખુલ્યા હતા, ખાસ કરીને નબળા કોર્પોરેટ અર્નિંગની ચિંતાને કારણે નીચે દબાયા હતા. ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોએ શુક્રવારે સતત ત્રીજા સપ્તાહમાં નુકસાન નોંધ્યું હતું, કારણ કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં $8.23 બિલિયનના મૂલ્યના ભારતીય શેરો અને બોન્ડ્સની વેચવાલી નોંધાવી છે.
એકલા ઇક્વિટી સેગમેન્ટમાં જ એફપીઆઈએ 7.44 બિલિયન ડોલરનું રોકાણ પાછું ખેંચ્યું હતું, જે ઓક્ટોબર 2024 પછીનો સૌથી વધુ આઉટફ્લોને દર્શાવે કરે છે, જ્યારે બેન્ચમાર્ક લગભગ છ ટકા તૂટ્યા હતા, જે માર્ચ 2020 પછીનો તેમનો સૌથી મોટો ઘટાડો છે.
કેન્દ્રીય બજેટ પહેલા, રોકાણકારોનું ધ્યાન ફેડરલ રિઝર્વના બુધવારના નિર્ણય પર ટંગાયેલું છે, જોકે તેમાં વ્યાજદરોમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી. રોકાણકારો ફેડરલની કોમેન્ટ્રી પર આતુરતાપૂર્વક નજર રાખી રહ્યા છે, ખાસ કરીને ટ્રમ્પના બોરોઈંગ કોસ્ટ ઘટાડવાના કોલને પગલે, વ્યાજ દરોની ભાવિ દિશાનો અંદાજ મેળવવા આ ખૂબ મહત્વપૂર્ણ સંદેશ હશે.
આ પણ વાંચો…Stock Market: આવતું અઠવાડિયું રોકાણકારોને ફળશે! આ બજેટ સહીત પરિબળોની અસર થશે…
દરમીયાન, ત્રીજા ક્વાર્ટરની કમાણીની સિઝન પૂરજોશમાં છે, જેમાં ૭૮ કંપનીઓ આજે સોમવારે તેમના પરિણામો જાહેર કરશે. કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, ઈન્ડિયન ઓઈલ, બજાજ હાઉસિંગ ફાઈનાન્સ અને અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે.