નાગપુર મેટ્રોનું 903 કરોડનું કામ મળતા આ કંપનીના શેરના ભાવમાં 5 ટકાનો ઉછાળો
મુંબઇ: જીઆર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સના (GR Infraprojects) શેરના ભાવમાં આજે 5 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. કંપનીના શેર વધવા પાછળનું કારણ નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું મળેલું કામ છે. કંપનીએ આ પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવી હતી.
903 કરોડનું કામ મળ્યું
આ પ્રોજેક્ટનો ખર્ચ 903.50 કરોડ રૂપિયા છે. કંપનીએ કુલ 17.624 કિલોમીટરનું કામ કરવાનું છે. જેમાં 1.14 કિલોમીટરનો અંડરપાસ પણ સામેલ છે. કંપનીને આ કામ મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ પાસેથી મળ્યું છે. આ નાગપુર મેટ્રોના બીજા તબક્કાના વિસ્તરણ સાથે સંબંધિત કામ છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 30 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
GR ઇન્ફ્રાપ્રોજેક્ટ્સે તાજેતરમાં તેની પેટાકંપની GR અલીગઢ કાનપુર હાઇવે પ્રાઇવેટ લિમિટેડ (GAKHPL) ને ભારત હાઇવેઝ InvIT ને વેચી છે. આ ડીલથી કંપનીને 98.60 કરોડ રૂપિયા મળ્યા છે. તમને જણાવી દઈએ કે, GAKHPL GR ઈન્ફ્રાપ્રોજેક્ટ્સની કમાણીમાં 1.99 ટકા યોગદાન આપે છે.
શેરબજારમાં કંપનીનું પ્રદર્શન કેવું છે?
છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 37 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. 6 મહિનામાં શેરના ભાવમાં 30.10 ટકાનો વધારો થયો છે. કંપનીના શેરની 52 સપ્તાહ હાઇ પ્રાઇસ રૂપિયા 1,859.95 અને 52 સપ્તાહ લો પ્રાઇસ રૂપિયા 1,025 છે. કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 16,449.70 છે.
કંપનીએ જુલાઈ 2021માં 105 ટકાના પ્રીમિયમ સાથે શેરબજારમાં પ્રવેશ કર્યો હતો. જોકે ત્યારપછી કંપનીના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
જૂન ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 1896.54 કરોડ રૂપિયા હતી. જ્યારે માર્ચ ક્વાર્ટરમાં તે રૂપિયા 2255.35 કરોડ હતો. ક્વાર્ટર-ટુ-ક્વાર્ટરના આધારે કંપનીની આવકમાં ઘટાડો થયો છે. એપ્રિલથી જૂન સુધીમાં કંપનીનો કુલ નફો 151.96 કરોડ રૂપિયા હતો.