
મુંબઈ: ભારતીય શેર બજાર સતત ચોથા દિવસે ઉછાળા સાથે (Indian Stock Market) ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ Sensex 468 પોઈન્ટના જંગી વધારા સાથે 75,917 પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ NIFTY 129 પોઈન્ટના ઉછાળા સાથે 23,036 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ ગ્રીન સિગ્નલમાં કારોબાર કરી રહ્યા હતા. આઇટી, મીડિયા, રિયલ્ટી, પીએસયુ બેંકોના શેર 1-2 ટકાનો ઉછાળો નોંધાયો.
યુએસ ફેડરલ રિઝર્વની પોલિસીની અસર!
યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની આગેવાની હેઠળની ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ બેન્ચમાર્ક ફેડરલ ફંડ રેટ યથાવત રાખ્યો છે અને આ વર્ષના અંતમાં વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે.
યુએસ ફેડરલ રિઝર્વની પોલિસીની જાહેરાત પછી વોલ સ્ટ્રીટમાં તેજી જોવા મળી હતી ત્યાર બાદ ગુરુવારે એશિયન બજારોમાં ઉછાળો જોવા મળ્યો. જાપાના બજારો રજાના કારણે બંધ છે. દક્ષિણ કોરિયાના કોસ્પી 0.64 ટકા વધ્યો, જ્યારે કોસ્ડેકમાં 0.55 ટકનો વધારો નોંધાયો.
આ પણ વાંચો…Mumbai Bullion Market: ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે પણ આજના લેટેસ્ટ ભાવ જાણો?
બુધવારે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 147.79 પોઈન્ટના વધારા સાથે 75,449.05 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 73.30 પોઈન્ટ 22,907.60 પર બંધ થયો.