Stock Market:વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી મુદ્દે નાણા મંત્રીએ આપ્યું આ મોટું નિવેદન

મુંબઈ :ભારતીય શેરબજારમાં(Stock Market)છેલ્લા અઠવાડિયાથી સતત વેચવાલી જોવા મળી રહી છે. જેના લીધે રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. તેમજ છેલ્લા પાંચ મહિનામાં સેન્સેકસ અને નિફ્ટીના અંદાજે 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેવા સમયે નાણા મંત્રી નિર્મલા સીતારમણે શેરબજારમાં શરૂ થયેલી વેચવાલી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં નફો કર્યો બાદ બહાર નીકળી રહ્યા છે.
ભારતીય અર્થતંત્રની મજબૂતાઈને કારણે રોકાણ પર સારું વળતર
મુંબઈમાં નાણામંત્રીએ નાણા મંત્રાલય સાથે બજેટ પછીની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં નાણામંત્રીને શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જ્યારે નાણામંત્રીને ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારો દ્વારા ચાલી રહેલા વેચાણ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ અંગે જવાબ આપતા ભારતીય અર્થતંત્રની મજબૂતાઈને કારણે રોકાણ પર સારું વળતર મળી રહ્યું છે.
અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ઘણા પગલાં લીધાં
તેમણે કહ્યું કે વિદેશી રોકાણકારો અને છૂટક રોકાણકારો પણ નફો બુક કરી રહ્યા છે. આ જ પ્રશ્નના જવાબમાં નાણાં સચિવ તુહિન કાંતા દાસે કહ્યું હતું કે વિદેશી રોકાણકારો એક ઉભરતા બજાર છોડીને બીજા ઉભરતા બજારમાં જઈ રહ્યા છે તે બાબત સાચી નથી. આ રોકાણકારો અમેરિકા પોતાના દેશમાં પાછા જઈ રહ્યા છે જ્યાંથી તેઓ આવ્યા હતા. તેમણે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં સરકારે અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ઘણા પગલાં લીધાં છે અને ભવિષ્યમાં પણ ચાલુ રાખશે. નાણા મંત્રાલયના અન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે બજારમાં વેચવાલી આવી છે અને આ ટૂંકા ગાળાની છે.
આ પણ વાંચો : શેરબજારમાં હજુ મોટી ઉથલપાથલ થશે! વિદેશી રોકાણકારોના આ વલણને કારણે જોખમ વધ્યું
શેરબજારનું માર્કેટ કેપ ઘટીને 3.99 ટ્રિલિયન ડોલર થયુ
શેરબજારમાં ભારે વેચવાલીનાં કારણે, માર્કેટ કેપીટલાઇઝેશન છેલ્લા 14 મહિનામાં પહેલી વાર 4 ટ્રિલિયન ડોલરથી નીચે આવી ગયું છે. શેરબજારનું માર્કેટ કેપ ઘટીને 3.99 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે.જે 4 ડિસેમ્બર 2023 પછીનું સૌથી ઓછું છે. ડિસેમ્બર 2023 માં ભારતીય શેરબજારનું માર્કેટ કેપ 5.14 ટ્રિલિયન રૂપિયાના સ્તરે પહોંચ્યું છે.આ સ્તરથી માર્કેટ કેપમાં 1 ટ્રિલિયન ડોલરનો ઘટાડો થયો છે. નિફ્ટી 26000 ના સ્તરથી 23000 ની નીચે સરકી ગયો છે જ્યારે સેન્સેક્સ 86000 ના સ્તરથી 76000 ની નીચે સરકી ગયો છે. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 60000 થી ઘટીને 50000 ની નીચે આવી ગયો છે.