મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)છેલ્લા બે દિવસની તેજી બાદ આજે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સવારે સવારે 9.46 વાગ્યે સેન્સેક્સ 98.91 પોઈન્ટના ઘટાડા સાથે 79,905.55ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 27.25 પોઈન્ટના ઘટાડા સાથે 24,167.25 પોઈન્ટના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
Also read: Stock Market: શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેકસમાં 1076. 36 નો ઉછાળો
BSE મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકા ડાઉન
શેરબજારમાં એમએન્ડએમ, કોલ ઈન્ડિયા, એનટીપીસી, બીપીસીએલ અને વિપ્રો શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટી પર મુખ્ય નફામાં હતા, જ્યારે અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સિપ્લા અને ટાટા સ્ટીલ ઘટ્યા હતા. મનીકંટ્રોલના જણાવ્યા અનુસાર સેક્ટર, કેપિટલ ગુડ્સમાં પાવર 0.5-1 ટકા વધ્યો હતો, જ્યારે એફએમસીજી, મેટલ્સ, ફાર્મા, પીએસયુ બેન્ક, ઓઇલ અને ગેસમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકા ડાઉન છે, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે.
Also read: સેબીની દરમિયાનગીરી બાદ સીટુસી એડવાન્સનું લિસ્ટિંગ મોકૂફ
મંગળવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું
કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 105 પોઈન્ટના ઘટાડા સાથે 80,004.06 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 0.11 ટકાના ઘટાડા સાથે 24,195.45 પર બંધ થયો. નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ્સ, શ્રીરામ ફાઈનાન્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ફોસિસના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા અને બજાજ ઓટોના શેરના ભભાવમાં ઘટાડો થયો હતો.