
મુંબઈ: આજે મંગળવારે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ગ્રીન સિગ્નલમાં ફ્લેટ શરૂઆત કરી હતી. આજે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE)નો ઇન્ડેક્ષ સેન્સેક્સ 76.85 પોઈન્ટના વધારા સાથે 76,073.71 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)નો નિફ્ટી ઇન્ડેક્સ 4.15 પોઈન્ટના વધારા સાથે 22,963.65 પોઈન્ટ પર ખુલ્યો. જો કે થોડા સમય બાદ બજારમાં ઘટાડો નોંધાયો હતો.
76,000 ની ઉપરની સપાટી પરથી ખુલ્યા બાદ 10.25 વાગ્યે સેન્સેક્સ 378 પોઈન્ટ તૂટીને 75,631.15 પર આવી ગયો હતો, જ્યારે નિફ્ટી 125 પોઈન્ટ તૂટીને 22,833.60 પર આવી ગઈ હતી.
સેન્સેક્સમાં અલ્ટ્રાટેક ટાટા સ્ટીલ, એનટીપીસી, સ્ટેટ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, પાવર ગ્રીડ, એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, ટાટા મોટર્સ, નેસ્લે, રિલાયન્સ, એરટેલ, એક્સિસ બેંક જેવા શેરોમાં મોટો ઘટડો નોંધાયો છે.નિફ્ટી IT ઇન્ડેક્સ સિવાય, બધા સેક્ટરલ ઇન્ડેક્સ રેડ સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા છે. પીએસયુ બેંક, રિયલ્ટી ઇન્ડેક્સમાઅને કન્ઝ્યુમર ડ્યુરેબલમાં મોટો ઘટાડો નોંધાયો છે.
Also read:સેન્સેક્સ સાત મહિનાના નીચલા સ્તરે પટકાયો, રૂપિયો 11 પૈસા તૂટ્યો
સોમવારે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું, પરંતુ અંતે તે ગ્રીન સિગ્નલમાં બંધ થયું. ગઈકાલે, સેન્સેક્સ 57.65 પોઈન્ટના વધારા સાથે 75,996.86 પર બંધ થયો હતો અને નિફ્ટી 50 પણ 30.25 પોઈન્ટના વધારા સાથે 22,959.50 પર બંધ થયો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરના અંતમાં ભારતીય શેરબજારમાં શરૂ થયેલો ઘટાડાનો ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે.