Stock Market: બજેટ સત્ર પહેલા શેરબજારમાં તેજીનો માહોલ, SENSEX અને NIFTYમાં આટલો ઉછાળો | મુંબઈ સમાચાર
શેર બજાર

Stock Market: બજેટ સત્ર પહેલા શેરબજારમાં તેજીનો માહોલ, SENSEX અને NIFTYમાં આટલો ઉછાળો

મુંબઈ: આવતી કાલે સંસદમાં યુનિયન બજેટ 2025-26 રજુ કરવામાં આવશે, આજે બજેટ સત્રની શરૂઆત થઇ ચુકી છે. એવામાં આજે ભારતીય શેરબજારમાં (Indian Stock market) પોઝીટીવ વલણો જોવા મળી રહ્યા છે. આજે બંને મુખ્ય ઇન્ડેક્સ ગ્રીન સિગ્નલમાં ખુલ્યા હતાં.

બજારની શરૂઆત:
સવારે 9.15 વાગ્યે બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો બેન્ચમાર્ક સેન્સેક્સ 170.21 પોઈન્ટના વધારા સાથે 76,930.02 પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 50 પણ 57.09 પોઈન્ટના ઉછાળા સાથે 23,307.40 પર ખુલ્યો હતો. જોકે, નિફ્ટી બેંકમાં 119.05 ઘટીને 49,192.90 ના સ્તર પર ખુલ્યો હતો.

સારી શરૂઆત બાદ બજારમાં વધારો જળવાઈ રહ્યો, 10.50 વાગ્યે સેન્સેક્સ 400 પોઈન્ટના વધારા અને નિફ્ટી 160 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઇ રહ્યા હતાં.

આ કંપનીના શેરમાં મોટો ઉછાળો:
શુક્રવારે શરૂઆતના વેપારમાં લાર્સન એન્ડ ટર્બો (L&T) ના શેરમાં લગભગ 5 ટકાનો ઉછાળો નોંધાયો હતો, કેમ કે ડિસેમ્બર ક્વાર્ટરમાં ટેક્સ બાદના કંપનીના નફામાં 14 ટકાનો વધારો થયો હતો.

સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં, લાર્સન એન્ડ ટુબ્રો ઉપરાંત ટાઇટન, મારુતિ, અદાણી પોર્ટ્સ, નેસ્લે અને પાવર ગ્રીડના શેરોમાં વધારો નોંધાયો. બીજી તરફ, ITC હોટેલ્સ, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સના શેરમાં ઘટાડો નોંધાયો.

આ પણ વાંચો…સંસદના બજેટ સત્ર પહેલા ગરીબ-મધ્યમ વર્ગને લઈ પીએમ મોદીએ શું કહ્યું, જુઓ વીડિયો

એશિયન બજારો:
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી વધારા સાથે ખુલ્યો હતો અને દક્ષિણ કોરિયાનો કોસ્પી નુકસાનમાં રહ્યો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગ સેંગ રજાઓના કારણે બંધ હતો. ગુરુવારે યુએસ બજારો સકારાત્મક વલણ સાથે બંધ થયા હતાં.

Back to top button