વેપારશેર બજાર

શૅરબજાર નવી વિક્રમી સપાટીએ, માર્કેટ કૅપ ₹ ૪૭૧.૭૧ લાખ કરોડના સ્તરે

મુંબઇ: ફેડરલ ઇફેકટ વચ્ચે વૈશ્ર્વિક બજારમાં આવેલા જોરદાર ઉછાળા સાથે સ્થાનિક શેરબજજાર પણ તોતિંગ ઉછાળા સાથે નવી વિક્રમી ટોચે પહોંચ્યા હતા અને તેેને પરિણામે કુલ લિસ્ટેડ ઇક્વિટ શેરના માર્કેટ કેપિટલમાં પણ ઉછાળો આવ્યો હતો. સપ્તાહ દરમિયાન રિયલ્ટી, બેન્કેક્સ અને પાવર શેરો ઝડપથી વધ્યા હતા, જ્યારે આઈટી ઈન્ડેક્સ સૌથી અધિક ઘટ્યો હતો.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૮૨,૮૯૦.૯૪ના બંધથી ૧,૬૫૩.૩૭ પોઈન્ટ્સ (૧.૯૯ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૮૨,૯૮૫.૩૩ ખૂલી ૧૮ સપ્ટેમ્બર અને બુધવારે નીચામાં ૮૨,૭૦૦.૬૩ સુધી સુધી જઈ અને ૨૦ સપ્ટેમ્બર અને શુક્રવારે ૮૪,૬૯૪.૪૬ સુધી જઈ સપ્તાહ અંતે ૮૪,૫૪૪.૩૧ બંધ રહ્યો હતો.

આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૪૭૧.૭૧ લાખ કરોડ રહ્યું હતું, જે ૧૩ સપ્ટેમ્બરના શુક્રવારના અંતે રૂ.૪૬૯.૯૧ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૧.૫૨ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૧.૨૯ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૧.૦૬ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ મિડકેપ ૦.૧૬ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૦૮ ટકા ઘટ્યા હતા. બીએસઈ આઈપીઓ ૦.૨૦ ટકા વધ્યો અને એસએમઈ આઈપીઓ ૪.૧૯ ટકા ઘટ્યો હતો.

સેકટરલ ઈન્ડેક્સમાં રિયલ્ટી ૪.૬૭ ટકા, બેન્કેક્સ ૩.૪૭ ટકા, પાવર ૩.૪ ટકા, ઓટો ૨.૩ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૬૪ ટકા, એફએમસીજી ૧.૦૬ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૯૯ ટકા, મેટલ ૦.૨૮ ટકા અને ઈન્ફ્રા ૦.૧૭ ટકા વધ્યા હતા, જ્યારે ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૨.૮૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૮૩ ટકા, ટેક ૧.૭૬ ટકા, પીએસયુ ૧.૩૯ ટકા અને હેલ્થકેર ૦.૩૯ ટકા ઘટ્યા હતા.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલા પાંચ શેરોમાં મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૭.૧૯ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૬.૭૦ ટકા, નેસ્લે ૬.૨૨ ટકા, એનટીપીસી ૫.૪૦ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૪.૭૯ ટકા વધ્યો હતો. જ્યારે સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક ઘટેલા પાંચ શેરોમાં ટાટા ક્ધસલ્ટન્સી ૫.૫૩ ટકા, એચસીએલ ટેકનોલોજી ૩.૦૮ ટકા, તાતા મોટર્સ ૨.૧૫ ટકા, ટેક મહિન્દ્ર ૨.૦૯ ટકા અને ઈન્ફોસિસ ૨ ટકા ગબડ્યો હતો.

એ ગ્રુપની ૭૩૦ કંપનીઓમાં ૩૧૦ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૪૨૦ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા હતા. બી ગ્રુપની ૧,૦૭૫ કંપનીઓમાંથી ૩૫૦ વધી હતી, ૭૧૬ ઘટી અને નવ સ્થિર રહી હતી.

સેન્સેક્સમાંની ૨૦ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૦ ઘટી હતી. બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સમાંની ૫૪ સ્ક્રિપ્સ વધી હતી અને ૪૬ ઘટી હતી. બીએસઈ ૨૦૦ સમાવિષ્ટ ૯૮ સ્ક્રિપ્સ વધી અને ૧૦૨ ઘટી હતી, મિડકેપમાંની ૧૨૬ સ્ક્રિપ્સમાંથી ૪૬ વધી, ૮૦ ઘટી હતી. સ્મોલ કેપમાંની ૯૯૧ સ્ક્રિપ્સમાંથી ૩૪૧ વધી હતી, ૬૪૯ ઘટી હતી અને એક સ્થિર રહી હતી.

સપ્તાહ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની (ડીઆઈઆઈ) રૂ. ૧,૮૯૮.૫૧ કરોડની અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની (એફઆઈઆઈ) રૂ. ૧૩,૮૮૨.૭૪ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button