શેર બજાર

શૅરબજારમાં પાંચમા સત્રમાં પણ ધબડકો: સેન્સેક્સે ૭૪,૦૦૦ની નીચે ઘૂસી ગયો, નિફ્ટી ૨૨,૫૦૦ની નીચે ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેકટના ફ્યુચર્સ અને ઓપ્શનનની એક્સપાઇરી અને ચૂંટણી પરિણામ અંગેની ચિંતા વચ્ચે શેરબજારમાં સતત પાંચમા સત્રમાં પીછેહઠ જોવા મળી હતી. લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા સાવચેતીના માનસ વચ્ચે રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરી રહ્યાં છે.

સેન્સેક્સ દિવસ દરમિયાન ૭૪,૦૦૦ પોઇન્ટની સપાટી તોડી ૭૩,૬૬૮.૭૩ પોઇન્ટ સુધી નીચે જઇને અંતે ૬૧૭.૩૦ પોઇન્ટ અથવા તો ૦.૮૩ ટકાના ઘટાડા સાથે ૭૩,૮૮૫.૬૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. નિફ્ટી ૨૧૬.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૯૫ ટકા ઘટીને ૨૨,૪૮૮.૬૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

સેન્સેક્સ ૨૭મીએ ૭૬,૦૦૯.૬૮ પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો અને નિફ્ટીએ ૨૩,૧૧૦.૮૦ પોઇન્ટની વિક્રમી ઊંચી સપાટી હાંસલ કરી હતી. બજારના નિષ્ણાતો અનુસાર અમેરિકાની ટ્રેઝરી યિલ્ડમાં થઇ રહેલા વધારા અને ફેજરલ દ્વારા વ્યાજદરના કાપમાં થઇ રહેલા વિલંબને કારણે સ્થાનિક બજારનું માનસ પણ ખરડાયેલું રહ્યું છે અને તેમાં લોકસભાની ચૂંટણી પરિણામ અંગે અસપ્ષ્ટતા અને અનિશ્ર્ચિતતા વધતી રહી હોવાથી રોકાણકારો અને હેજ ફંડોએ વાડ પર બેસી રહેવાનો નિર્ધાર કર્યો હોય એવું જણાઇ રહ્યું છે.

સેન્સેક્સના શેરોમાં ટાટા સ્ટીલ, ટાઇટન, ટેક મહિન્દ્રા, વિપ્રો, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, નેસ્લે ઇન્ડિયા, ટાટા મોટર્સ અને જેએસડબલ્યુ સ્ટીલ ટોપ લૂઝર શેર રહ્યાં હતાં. જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, સ્ટેટ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક ટોપ ગેઇનર રહ્યાં હતાં.

ટાટા સ્ટીલના ચોખ્ખા નફામાં ૬૪ ટકા ઘટાડો થયો હોવાથી તેનો ત્રણ ટકા તૂટ્યો હતો. બાટા ઇન્ડિયાએ રૂ. ૬૩.૬ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. હીરો ફિનકોર્પ આઇપીઓ મારફત રૂ. ૪,૦૦૦ કરોડનું ભંડોળ ઊભું કરવાની તૈયારીમાં છે.

ઓફિસ સ્પેસ સોલ્યુશન્સનો શેર તેની આઇપીઓ પ્રાઇસ કરતાં ૧૪ ટકા પ્રીમિયમ પર સૂચિબદ્ધ થયો છે. એમજી ઇન્ડિયાએ દેશભરમાં ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર વિસ્તારવા માટે કંપનીએ એચપીસીએલ સાથે સહકાર સાધ્યો છે.

ભારતીય શેરબજારમાં લિસ્ટેડ થનારી સૌપ્રથમ કો-વર્કિંગ સ્પેસ કંપની, કોન્ટોર સ્પેસ લિમિટેડ (કેએસએલ)એ નાણાકીય વર્ષ ૨૦૨૪ ઓડિટેડ નાણાકીય પરિણામમાં રૂ. ૧૧.૦૩ કરોડની આવક, રૂ. ૩.૯૭ કરોડનું એબિટા, ૩૫.૯૭ ટકાનું એબિટા માર્જિન, રૂ. ૧.૯૫ કરોડનો ચોખ્ખો નફો અને ૧૭.૬૬ ટકાનું પીએટી માર્જિન નોંધાવ્યું છે.

દીપક ફર્ટિવાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડે ૨૦૨૪ના ચોથા ત્રિમાસિક સમયગાળાના પરિણામમાં ૧૨.૬ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૨૦૮૬ કરોડની ઓપરેટીંગ રેવન્યૂ, ૨૬૨.૮૦ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૨૨૦ કરોડનો ચોખ્ખો નફો, ૫૫.૨૦ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૪૩૮ કરોડનો એબિટા નોંધાવ્યો છે. એબિટા માર્જિન ૨૧ ટકા અને નેટ પ્રોફિટ માર્જિન ૧૦.૫૦ ટકા રહ્યું હતું.

કેપ્ટન પોલીપ્લાસ્ટ લિમિટેડે નાણાકીય વષ૪ ૨૦૨૪ના પરિણામમાં ૩૦.૮૭ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૨૯૭.૭૦ કરોડની કુલ આવક, ૧૯૪.૭૮ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૭.૭૮ કરોડનો ચોખ્ખો નફો અને ૭૭.૯૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૩૫.૧૬ કરોડનું એબિટા નોંધાવ્યો હતો. એબિટા માર્જિન ૧૧.૮૧ ટકા અને નેટ પ્રોફિટ માર્જિન ૫.૮૫ ટકા રહ્યું હતું.

સિમેન્ટ અને સોલાર પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશનના ઉત્પાદક શ્રી કેશવ સિમેન્ટ એન્ડ ઇન્ફ્રા લિમિટેડે ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરના પરિણામમાં ૧૩.૬૭ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૩૬.૮૫ કરોડની કુલ આવક, ૩૩.૮૩ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૧.૫૫ કરોડનું એબિટા, પાછલા વર્ષના નુકસામ સામે રૂ. ૨.૪૧ કરોડનો ચોખ્કો નફો નોંધાવ્યો છે. એબિટા માર્જિન ૩૨.૦૫ ટકા અને ૬.૫૩ ટકા નેટ પ્રોફિટ માર્જિન રહ્યું હતું.

શેરબજારમાં સતત પાંચમાં દિવસે નરમાઈનો દોર જોવા મળ્યો છે.

સેન્સેકસ સવારના સત્રમાં જ એક તબક્કે ૫૦૦ પોઇન્ટથી મોટા ગાબડાં સાથે ૭૪,૦૦૦ની નીચે ઘૂસી ગયો હતો અને ફરી તેની ઉપર આવી ફરી નીચે સરકી ગયો હતો. જોકે સત્રના અંત સુધી આ સપાટીની ઉપર પાછાં આવવાની મથામણમાં તે અસફળ રહ્યો હતોે. નિફ્ટી માટે પણ હવે આગળ વધવું સરળ જણાતું નથી. નિફ્ટીમાં વધુ ૨૦૦ પોઈન્ટનો કડાકો તોળાઈ રહ્યો હોવાનું અગ્રણી નિરીક્ષકો માને છે.

ખાસ કરીને બેન્કિંગ અને આઇટી શેર્સમાં વેચવાલીના દબાણ વચ્ચે ઘટાડાને કારણે બેન્ચમાર્ક ગબડ્યા હતા. આગામી સપ્તાહની શરૂઆતમાં રાષ્ટ્રીય ચૂંટણીના છેલ્લા તબક્કા પછીના પરિણામની અટકળો વચ્ચે રોકાણકારોમાં સાવચેતી પ્રવર્તી રહી છે, જ્યારે મોટા ફંડ હાઉસ એક્સિટ પોલની રાહ જોઈ રહ્યા છે.

શેરબજારમાં ચૂંટણી પરિણામને લાગતી ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. જેને કારણે જ શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સતત પાંચ સત્રથી નેગેટીવ ઝોનમાં વધુને વધુ ઊંડો ખૂપી રહ્યો છે. ખુદ વડા પ્રધાન અને ગૃહ પ્રધાને ચોથી જૂને શેરબજારમાં તેજી આવવાની અપેક્ષા વ્યકત કરી હોવા છતાં વિદેશી ફંડોની વેચવાલી ચાલુ રહી હોવાથી બજારમાં સાવચેતીનું માનસ રહ્યું છે. વિશ્ર્વબજારમાંથી પણ કોઇ ખાસ પ્રોત્સાહક સમાચાર ના હોવાથી લેવાલી માટે ટ્કો નળતો નથી.

મોટા ભાગના રોકાણકારો અત્યારે એક પ્રશ્ન પૂછે છે કે, આ અસ્થિર સમયમાં શ્રેષ્ઠ રોકાણ કે ટ્રેડિંગ વ્યૂહરચના કઈ હોવી જોઈએ. આ પ્રશ્ર્નનો કોઈ સરળ જવાબ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…