શેર બજાર

ઓલા ઇલેક્ટ્રિકનો ૨.૧૫ ટકા હિસ્સો સોફ્ટબેંકે વેચી નાખ્યો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: સોફ્ટબેંકે ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા ઓલા ઇલેક્ટ્રિકમાં રહેલો ૨.૧૫ ટકા હિસ્સો હળવો કયો છે. નિયમનકારી ફાઇલિંગ અનુસાર જાપાની બહુરાષ્ટ્રીય રોકાણ કંપની સોફ્ટબેંકે તેના ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ એસવીએફ ટુ ઓસ્ટ્રિચ (ડીઇ) એલએલસી મારફત ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીમાં રહેલો પોતાનો ૨.૧૫ ટકા હિસ્સો વેચી દીધો છે.

એસવીએફ ટુ ઓસ્ટ્રિચ (ડીઇ) એલએલસીએ ત્રીજી સપ્ટેમ્બર, ૨૦૨૫ અને ૫ાંચમી જાન્યુઆરી, ૨૦૨૬ વચ્ચે હાથ ધરાયેલા શ્રેણીબદ્ધ નિકાલ (ઇક્વિટી વેચાણની કાર્યવાહી)માં ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કુલ ૯૪,૬૨૮,૨૯૯ ઇક્વિટી શેરનો નિકાલ કર્યો છે.

આમાંથી ૫ાંચમી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સેબીના નિયમો હેઠળ બે ટકાની મર્યાદાનો ભંગ થયો હતો, એમ કંપનીએ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક દ્વારા બીએસઇ પર શેર કરાયેલ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું. આ ટ્રાન્ઝેકશન પછી, ઓલા ઇલેક્ટ્રિકમાં એસવીએફ ટુ ઓસ્ટ્રિચ (ડીઇ) એલએલસીનું હોલ્ડિંગ અગાઉના ૧૫.૬૮ ટકાથી ઘટીને ૧૩.૫૩ ટકા થઈ ગયું છે, એમ તેણે ઉમેર્યું.

ગયા વર્ષે પણ એસવીએફ ટુ ઓસ્ટ્રિચ (ડીઇ) એલએલસીએ ૧૫ જુલાઈ, ૨૦૨૫ અને બીજી સપ્ટેમ્બર, ૨૦૨૫ વચ્ચે હાથ ધરાયેલા શ્રેણીબદ્ધ નિકાલમાં ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના કુલ ૯૪,૯૪૩,૪૫૯ ઇક્વિટી શેર વેચ્યા હતા, જેનાથી તેનો હિસ્સો ૧૭.૮૩ ટકાથી ઘટીને ૧૫.૬૮ ટકા થયો હતો.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button