શેર બજાર

સાત સત્રની આગેકૂચને નાની બ્રેક: નિફ્ટી ૨૧,૦૦૦ પાર કરવામાં નિષ્ફળ

શુગર શેરોમાં અચાનક કડવાશ કેમ આવી?

નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારમાં સળંગ સાત દિવસની આગેકૂચ બાદ ગુરુવારે પીછેહઠ જોવા મળી હતી, પરંતુ પ્રારંભિક ઘટાડા સામે પચાસ ટકા જેવી રિકવર થઇ હતી. જોકે, સરકારના એક નિર્ણયને કારણે સત્ર દરમિયાન શુગર શેરમાં એકાએક તીવ્ર કડાકો જોવા મળ્યો હતો. સ્થાનિક બજારમાં પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવાના પ્રયાસોના ભાગરૂપે સરકાર ઇથેનોલ ઉત્પાદન માટે ખાંડના ડાયવર્ઝનને અવરોધવા માટેની યોજના બનાવી રહી હોવાના પ્રસાર માધ્યમોના અહેવાલોની ચર્ચા વચ્ચેગુરુવારેે ખાંડ બનાવતી શુગર કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. સૌથી મોટો કડાકો ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં નોંધાયો હતો, જેમાં પ્રારંભિક કામકાજના સમયગાળામાં સાત ટકાથી મોટો કડાકો હતો, અંતે તે ૪.૯૭ ટકાના ઘટાડે બંધ રહ્યો હતો. આ ઉપરાંત બલરામપુર ચીની, શ્રી રેણુકા સુગર્સ, રાણા સુગર, ધ ઉગર સુગર વર્ક્સ, દ્વારિકેશ સુગર અને ઇઆઇડી પેરી સહિત અન્ય શેરમાં બે ટકાથી ૫.૫૮ ટકા સુધીના કડાકા જોવા મળ્યા હતા. ઉ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: પ્રોફિટ બુકિંગ માટે કારણો મળી જતા શેરબજારની એકધારી સાત સત્રની આગેકૂચને બ્રેક લાગી હતી. સેન્સેક્સ ૧૩૨.૦૪ પોઇન્ટના ઘટાડા સાથે ૬૯,૫૨૧.૬૯ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો અન્ે નિફ્ટી ૩૬.૫૫ પોઇન્ટના ઘટાડા સાથે ૨૦,૯૦૧.૧૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. યુએસ બોન્ડ યીલ્ડમાં સતત ઘટાડો, ભારતનો જીડીપી વૃદ્ધિ દર, ક્રૂડના ભાવમાં ઘટાડો અને રાજકીય સ્થિરતા જેવા સાનુકૂળ પરિબળો હોવા છતાં, ઉચ્ચ સ્તરે નફા બુકિંગને કારણે બજાર ગબડ્યું હતુંં. રિઝર્વ બેંક વ્યાજ દર પર યથાવત્ જાળવી રાખે તેવી અપેક્ષા છે, પરંતુ તેના પર રોકાણકારોની નજર રહેશે.

સેન્સેક્સના શેરોમાં સત્રને અંતે પાવરગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઇટન, એનટીપીસી અને સ્ટેટ બેન્ક ટોપ ગેઇનર્સ રહ્યાં હતાં જ્યારે એશિયન પેઇન્ટ, સન ફાર્મા, ટાટા મોટર્સ, રિલાયન્સ, વિપ્રો, આઇસીઆઇસીઆઇ બેન્ક ટોપ લુઝર્સ બન્યાં હતાં. સેન્સેક્સના ૧૭ અને નિફ્ટીના ૨૩ શેર રેડ ઝોનમાં ધકેલાયા હતા. એફઆઇઆઇએ્ ગુરુવારના સત્રમાં રૂ. ૧૫૬૪ કરોડના શેરની વેચવાલી નોંધાવી છે.

મૂડીબજારનો મૂડ જોશમાં છે. સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ્સ ઉત્પાદક ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝની પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. ૭૫૦-૭૯૦ નક્કી થઇ છે. કંપની રૂ. ૧,૨૦૦ કરોડની જાહેર ઓફર ૧૩ ડિસેમ્બરે ખુલશે અને ૧૫મીએ બંધ થશે. એન્કર બુક માટે બિડિંગ ૧૨ ડિસેમ્બરે એક દિવસ માટે થશે. કંપની રૂ. ૩૫૦ કરોડના મૂલ્યના શેરના નવા ઇશ્યુ અને હાલના શેરધારકો દ્વારા રૂ. ૮૫૦ કરોડના મૂલ્યના શેરની ઓફર-ફોર-સેલ લાવી રહી છે. ઇટાલી સ્થિત કોર્પોરેટ પ્રમોટર ફિલા આઇપીઓમાં રૂ. ૮૦૦ કરોડના શેર વેચશે, જ્યારે પ્રમોટર્સ રૂ. ૨૫ કરોડના શેરનું વેચાણ કરશે.

ટાટા મોટર્સે કમર્શિઅલ વ્હીકલ ફાઇનાનન્સિંગ માટે એચડીએફસી બેન્ક સાથે યુતિ કરી છે. હ્યુન્ડાઇએ પહેલી જાન્યુઆરીથી વહનોના ભાવ વધારવાની જાહેરાત કરી છે. મુંબઇ શેરબજાર ખાતે પંદરમી ડિસેમ્બરે મેન્ટરમાયબોર્ડ દ્વારા યોજાનાર વુમન ડાયરેકટર કોન્કલેવ ૨૦૨૩ની ત્રીજી આવૃત્તિમાં મહિલા અને બાળવિકાસ ખાતાના પ્રધાન સ્મૃતિ ઇરાની મુખ્ય અતિથિ, તેમ જ સેબીના જનરલ મેનેજર યોગિતા જાધવ મુખ્ય વક્તા છે.

મેન્ટરમાયબોર્ડના સ્થાપક દિવ્યા મોમાયાએ જણાવ્યું હતું કે, નિફ્ટી ૫૦૦કંપનીમાં સરેરાશ દરેક પંચ બોર્ડ સભ્યમાંથી એક વુમન ડિરેકટર છે.
પેટીએમનો શેર મધ્ય સત્રમાં ૧૮ ટકા ગબડ્યો હતો. અનુપમ રસાયણે જાપાનમાં તેની સંપૂર્ણ માલિકીની કંપની રજિસ્ટર કરાવી છે. ટેકનોગ્રીન સોલ્યુશન્સ લિમિટેડે ડ્યુએટ ઈન્ડિયા હોટેલ્સ પાસેથી રૂ. ૧૮૦ મિલિયનનો વર્ક ઓર્ડર મળ્યો હોવાની જાણ કરી છે, જે કંપનીના પ્રારંભથી અત્યાર સુધીનો સૌથી મોટો અને નાણાકીય વર્ષ ૨૦૨૩ના ટર્નઓવરને વટાવી જાય છે. વર્ક ઓર્ડરમાં પર્યાવરણીય ડ્યુ ડિલિજન્સ, સસ્ટેઇનેબિલિટી એવેલ્યુશનથી માંડીને પર્યાવરણીય ઓડિટીંગ અને અંતિમ ફાયર એનઓસી અને મકાન પૂર્ણતા પ્રમાણપત્ર સુધીની વિવિધ સર્વિસિસ અને કમ્પ્લાયન્સનો સમાવેશ છે.
સ્પાઇસજેટનું બોર્ડ ૧૧મીએ પ્રેફ્રેન્શિઅલ ધોરણે ફંડ રેઇઝિંગ પ્રોગ્રામ તૈયાર કરવા માટે બેઠક યોજશે. ઇન્ટગ્રેટેડ ગવર્મેન્ટ પ્લેટફોર્મ નુસુકે વિવિધ ઉમરાહ પાર્ટનર્સ અને ટ્રાવેલ એજન્ટની હાજરી સાથે હજ અને ઉમરાહ મિનિસ્ટરની અધ્યક્ષતા હેઠળ પ્રથમ રોડશો પૂર્ણ કર્યો હતો. ડિઝની હોટસ્ચારે સ્ટોરીટેલર શ્રેણીમાં ધી ફ્રીલાન્સર, ધ કનક્લુઝન ૧૫મી ડિસેમ્બરે રીલીઝ કરવાની જાહેરાત કરી હતી. એક્સચેન્જ ડેટા અનુસાર બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૭૯.૮૮ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. બુધવારે સેન્સેક્સ ૩૫૭.૫૯ પોઈન્ટ અથવા ૦.૫૨ ટકા વધીને ૬૯,૬૫૩.૭૩ના નવા રેકોર્ડ પર સ્થિર થયો હતો. બ્રોડર ઈન્ડેક્સ નિફ્ટી પણ ૮૨.૬૦ પોઈન્ટ અથવા ૦.૪૦ ટકા વધીને ૨૦,૯૩૭.૭૦ની નવી ટોચે પહોંચ્યો હતો.

વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનો ધક્કો મળતા અને બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ ગુરૂવારે શરૂઆતના સત્રથી જ પીછેહઠ નોંધાવી હતી. ખુલતા સત્ર દરમિયાન જ સેન્સેકસ ૨૦૦ પોઇન્ટ જેટલો ગબડ્યો હતો. જોકે, પાછળથી સારી રિકવરી કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો સેન્ટિમેન્ટ સુધારવામાં નિષ્ફળ ગયો હતો, કારણ કે રિઝર્વ બેન્કની નાણાકીય નીતિના નિર્ણય પહેલાં રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરૂ કરી દીધું હતું.

સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૪૩ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૬૨ ટકા, ટાઈટન કંપની ૧.૧૦ ટકા, એનટીપીસી ૧.૦૩ ટકા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૬૨ ટકા વધ્યા હતા, જ્યારે ભારતી એરટેલ ૨.૪૬ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૮૦ ટકા, ટાટા સ્ટીલ ૧.૩૭ ટકા, આઈટીસી ૧.૦૬ ટકા અને લાર્સન એન્ડ ટુબ્રો ૦.૯૧ ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની એક કંપનીને ઉપલી સર્કીટ અને એક કંપનીને નીચલી સર્કીટ સહિત બધા ગ્રુપની કુલ ૧૦ કંપનીઓમાંથી ૧૦ કંપનીઓને ઉપલી અને ચાર કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી. સેક્ટરલ ઈન્ડાયસીસમાં કોમોડિટીઝ ૦.૦૮ ટકા, ક્ધઝ્યુમર ડિસ્ક્રીશનરી ૦.૫૪ ટકા, એનર્જી ૦.૬૦ ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ ૦.૦૨ ટકા, હેલ્થકેર ૦.૫૨ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૫૬ ટકા, યુટિલિટીઝ ૩.૧૬ ટકા, ઓટો ૦.૪૪ ટકા, બેન્કેક્સ ૦.૦૮ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૨૨ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૦૦ ટકા, પાવર ૨.૬૭ ટકા, રિયલ્ટી ૦.૧૯ ટકા અને સર્વિસીસ ૧.૬૩ ટકા વધ્યા હતા, જ્યારે એફએમસીજી ૦.૮૫ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૦૧ ટકા, આઈટી ૦.૨૨ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૧૧ ટકા, મેટલ ૦.૭૫ ટકા અને ટેક ૦.૩૮ ટકા ઘટ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button