ચાંદીએ રોકાણકારોને કર્યા માલામાલ, શેરબજાર અને સોના કરતા વધુ વળતર આપ્યું...
શેર બજાર

ચાંદીએ રોકાણકારોને કર્યા માલામાલ, શેરબજાર અને સોના કરતા વધુ વળતર આપ્યું…

મુંબઈ : વિશ્વમાં ચાલી રહેલી સતત અનિશ્ચિતતાઓ વચ્ચે ચાંદીના રોકાણકારો માલામાલ થયા છે. જેમાં અનેક ક્ષેત્રોમાં વધતી માંગના લીધે આ વર્ષે અત્યાર સુધી ચાંદીના રોકાણકારોને 49 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ વર્ષે સોલર અને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રોમાં ચાંદીની વધતી માંગના લીધે તેના ભાવમાં સતત વધારો થયો છે.

જેમાં ચાંદીએ આ વર્ષે શેરબજાર કરતા વધુ વળતર આપ્યું છે. જેમાં ગત વર્ષે એમસીએકસ પર ચાંદીનો ભાવ રૂપિયા 87,233 પ્રતિ કિલોગ્રામ હતો અને 19 સપ્ટેમ્બર 2025 સુધીમાં તે 49.14 ટકા વધીને રૂપિયા 1,30,099 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. ‘

મજબૂત ઔદ્યોગિક માંગના લીધે ચાંદી વધુ મજબૂત બની
આ અંગે નિષ્ણાતોમાં મતે ચાંદીએ સોના અને શેરબજાર કરતા વધુ વળતર આપ્યું છે. આ ઉપરાંત નબળો યુએસ ડોલર અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ વધવાને કારણે આ વર્ષે ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. તેમજ સોલર અને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રોમાંથી મજબૂત ઔદ્યોગિક માંગના લીધે ચાંદી વધુ મજબૂત બની છે.

સોના અને શેરબજાર કરતા વધુ વળતર
જો આંકડા પર નજર કરીએ તો આ વર્ષે ચાંદીએ 49.14 ટકા વળતર આપ્યું છે. જ્યારે સોનામાં 43.2 ટકાનો વધારો થયો છે. તેમજ મુખ્ય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે 5.74 ટકા અને 7.1 ટકાનો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે આ વર્ષે ચાંદીએ સેન્સેક્સ કરતાં 8 ગણાથી વધુ અને નિફ્ટી કરતાં 7 ગણાથી વધુ વળતર આપ્યું છે.

આ પણ વાંચો…આવતા અઠવાડિયા માટે અત્યારથી થઈ જાઓ તૈયાર, એક, બે નહીં કુલ 26 નવા આઈપીઓ આવી રહ્યા છે…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button