દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે એમાં શેરબજારમાં પણ વધઘટ ચાલી રહી છે. શેરબજારની વાત કરીએ તો દેશની સૌથી મોટી બેંક ગણાતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના શેરોએ છેલ્લા પાંચ દિવસમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. જેના કારણે તેણે વેલ્યુએશનના મામલે મુકેશ અંબાણી અને રતન ટાટાને પણ પાછળ છોડી દીધા છે. દેશની ટોચની 10 કંપનીઓમાં SBI સૌથી વધુ ફાયદો કરનાર સાબિત થઈ છે.
જોકે, આ યાદીમાં ICICI બેંક સૌથી આગળ છે. તેના વેલ્યુએશનમાં સૌથી વધુ વધારો થયો છે. એ જ રીતે દેશની સૌથી મોટી વિમા કંપની LICના વેલ્યુએશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વિતેલા અઠવાડિયામાં દેશની ટોચની 10 કંપનીમાંથી છના માર્કેટ કેપમાં 1.30 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. જ્યારે ચાર કંપની એવી છે જેના વેલ્યુએશનમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. દેશની ટોચની 10 કંપનીઓમાંથી 4ના માર્કેટ કેપમાં રૂ. 50 હજાર કરોડથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી મોટી લુઝર કંપની બની હતી. આ ઉપરાંત ટાટા જૂથની સૌથી મોટી કંપની TCS પણ લુઝર્સની યાદીમાં સામેલ છે.
દેશની જે 6 ટોચની કંપનીના માર્કેટ કેપમાં 1.30 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે, તેમાં આ કંપનીઓ છે.
1) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપ રૂ. 45,158.54 કરોડ વધીને રૂ. 7,15,218.40 કરોડ થયું છે.
2) ICICI બેન્કનું મૂલ્યાંકન રૂ. 28,726.33 કરોડ વધીને રૂ. 7,77,750.22 કરોડ થયું છે.
3) ટેલિકોમ કંપની ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂ. 20,747.99 કરોડ વધીને રૂ. 7,51,406.35 કરોડ થઈ છે.
4) FMCG કંપની ITCનું એમકેપ રૂ. 18,914.35 કરોડ વધીને રૂ. 5,49,265.32 કરોડ થયું છે.
5) લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નું મૂલ્યાંકન રૂ. 9,487.5 કરોડ વધીને રૂ. 6,24,941.40 કરોડ થયું છે.
6) આઈટી કંપની ઈન્ફોસિસની સંપત્તિ રૂ. 7,699.86 કરોડ વધીને રૂ. 5,93,636.31 કરોડ થઈ છે.
ટોચની 10માંથી જે ચાર કંપનીની આવકમાં ઘટાડો નોંધાયો તેમાં…
1) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું એમકેપ રૂ. 26,115.56 કરોડ ઘટીને રૂ. 19,64,079.96 કરોડ થયું હતું.
2) ખાનગી HDFC બેન્કનું મૂલ્યાંકન રૂ. 16,371.34 કરોડ ઘટીને રૂ. 11,46,943.59 કરોડ થયું હતું.
3) આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનો એમકેપ રૂ. 5,282.41 કરોડ ઘટીને રૂ. 13,79,522.50 કરોડ થયો છે.
4)હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનું એમકેપ રૂ. 2,525.81 કરોડ ઘટીને રૂ. 5,21,961.70 કરોડ થયું છે.
Taboola Feed