નેશનલશેર બજાર

શેરબજારમાં નબળાઇ વચ્ચે એનબીએફસી શેરોમાં કરંટ કેમ આવ્યો?

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં નિસ્તેજ અને ઘટાડાનો માહોલ હોવા છતાં પસંદગીના નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓના શેરમાં કરંટ જોવા મળ્યો છે. વાસ્તવમાં આઇઆઇએફએલ ફાયનાન્સ સામે રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ હાથ ધરેલી કાર્યવાહી બાદ આઇઆઇએફએલના શેરમાં એકતરફ ૨૦ ટકાની નીચલી સર્કિટ લાગી હતી, જ્યારે બીજી તરફ પસંદગીની એનબીએફસી કંપનીના શેરોમાં સાત ટકાથી ૨૦ ટકા સુધીની તેજી જોવા મળી હતી.

રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આઇરબીઆઇ)એ ૦૪ માર્ચ, ૨૦૨૪ના તેના આદેશમાં આઈઆઈએફએલ ફાઈનાન્સને તાત્કાલિક અસરથી (કોઈપણ અસાઈનમેન્ટ કે સિક્યોરિટાઈઝેશન અથવા ડાઉન-સેલિંગ પર પ્રતિબંધ સહિત) ગોલ્ડ લોન મંજૂર કરવાનું અથવા વિતરણ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યા પછી આઇઆઇએફએલના શેરમાં કડાકો બોલી ગયો હતો. જોકે, આરબીઆઈએ આઈઆઈએફએલને તેના હાલના ગોલ્ડ લોન પોર્ટફોલિયોને સામાન્ય કલેક્શન અને રિકવરી પ્રક્રિયાઓ દ્વારા સેવા આપવાની મંજૂરી આપી છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૭૩,૬૮૮ની અને નિફ્ટી ૨૨૩૬૫ પોઇન્ટની નીચી સપાટીએ ગબડ્યો છે, એકંદરે નબળા બજારમાં મંગળવારના ઇન્ટ્રા-ડે ટ્રેડમાં બીએસઇ પર લિસ્ટેડ, મુખ્યત્વેે ગોલ્ડ લોનના વ્યવસાય સાથે સંકળાયેલા પસંદગીના ફાઇનાન્શિયલ્સના શેરોેમાં ૨૦ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યોે છે.

સીજીસીએલ, સીએસબી બેન્ક, મુથુટ ફાઇનાન્સ અને મણપ્પુરમ ફાઇનાન્સના શેરમાં ઇન્ટ્રા-ડે સાત ટકાથી વીસ ટકા સુધીના ઉછાળા જોવા મળ્યા છે. નોંધવું રહ્યું કે શેરબજારમાં આજે નિરસ હવામાન રહ્યું છે અને સેન્સેક્સ મંગળવારના ઇન્ટ્રા-ડેમાં જોરદાર ઘટાડા સાથે ૭૩,૪૧૨ સુધી નીચે પટકાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button