શેર બજાર

પ્રોફિટ બુકિંગ વચ્ચે સેન્સેક્સમાં ૫૨૩ પોઇન્ટનું ગાબડું, નિફ્ટી ૨૧,૬૫૦ના સપોર્ટ લેવલની નીચે સરક્યો: દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો, રિટેલ ઇન્ફ્લેશન ત્રણ મહિનાની નીચા સપાટીએ

મુંબઈ: વિશ્ર્વબજારમાંથી મિશ્ર અને અસ્પષ્ટ સંકેત મળવા સાથે સ્થાનિક સ્તરે સાવચેતીના માનસ વચ્ચે પ્રોફિટ બુકિંગ શરૂ થતાં સેન્સેક્સમાં સપ્તાહના પહેલા દિવસે ૫૨૩ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું અને નિફ્ટી ૨૧,૬૫૦ની નીચે સરક્ી ગયો હતો. ટેક્નિકલ નિષ્ણાતો અનુસાર નિફ્ટી માટે આ સ્તર જાળવવું અત્યંત મહત્ત્વનું હતું, હવે આવતા સત્રમાં મંગળવારે બજારને કેવું ટ્રીગર મળે છે તે જોવું રહ્યું!
સેન્સેક્સ સત્ર દરમિયાન ૭૦,૯૨૨.૫૭ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે ૫૨૩ પોઇન્ટ અથવા તો ૦.૭૩ ટકાના ગાબડાં સાથે ૭૧,૦૭૨.૪૯ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો અને નિફ્ટી ૧૭૦.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૭૮ ટકાના કડાકા સાથે ૨૧,૬૧૨.૪૫ની સપાટીએ સ્થિર થયો હતો.
દરમિયાન બહુપ્રતિક્ષિત આર્થિક ડેટાની બજારના સમયબાદ જાહેરાત થઇ હતી. જેમાં ડિસેમ્બર ૨૦૨૩ના ડેટા અનુસાર દેશનું ઓદ્યોગિક ઉત્પાદન ૩.૮ ટકા વધ્યું છે, જે ડિસેમ્બર, ૨૦૨૨માં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડકશન (આઇઆઇપી) ૫.૧ ટકાના સ્તરે હતો. એ જ રીતે, નશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના ડેટા અનુસાર રિટેલ ઇન્ફ્લેશન જાન્યુઆરીના ડેટા અંતર્ગત ૫.૧ ટકાની ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે ડિસેમ્બર, ૨૦૨૩માં ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ૫.૬૯ ટકાની સપાટીએ હતો. સેન્સેક્સના શેરોમાં એનટીપીસી, ટાટા સ્ટીલ, સ્ટેટ બેન્ક અને ઇન્ડસઇન્ડ બેન્ક સૌથી વધુ ઘટનારા શેરો હતા, જ્યારે વિપ્રો, એચસીેલ ટેક, મહિન્દ્રા અને નેસ્લે ટોપ ગેઇનર શેરોમાં સામેલ હતા. નાના શેરોમાં આ સત્રમાં સારુ દોવાણ જોવા મળ્યું હતું. સ્મોલકેપ ઇન્ડેક્સ ૩.૧૬ ટકાનો અને મિડ કેપ ઇન્ડેક્સમાં ૨.૬૨ ટકાનો કડાકો હતો જ્યારે લાર્જકેપ શેરોમાં ૦.૯૦ ટકાનો કડાકો જોવા મળ્યો હતો. મૂડીબજારમાં જોરદાર હલચલ ચાલુ રહી છે. ધ પાર્કનો શેર ૨૧ ટકાના પ્રીમિયમે લિસ્ટેડ થયો હતો. એસએમઇ સેગમેન્ટમાં આ સપ્તાહે ધણા આઇપીઓ આવી રહ્યાં છે, જેમાં ઓટોમોટીવ કોમ્પોનન્ટ ઉત્પાદક થાઇ કાસ્ટિંગ લિમિટેડ ૧૫મી ફેબ્રુઆરીએ ઉપલી બેન્ડની ગણતરીએ રૂ. ૪૭.૨૦ કરોડના ઇશ્યૂ સાથે બજારમાં પ્રવેશી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૭૩થી રૂ. ૭૭ નક્કી થઇ છે. માર્કેટ લોટ સાઇઝ ૧૬૦૦ શેરની છે. શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. આ ભરણું ૨૦મી ફેબ્રુઆરીએ બંધ થશે. ભારતની પ્રથમ ઇ-વેસ્ટ મેનેજમેન્ટ કંપની ઇકો રિસાઇક્લિગં લિમિટેડે ત્રીજા ક્વાર્ટર માટે ૫૮.૪૨ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૯.૬૦ કરોડની કુલ આવક અને ૬૫.૧૦ ટકાના વધારા સાથે રૂ. ૫.૯૯ ટકાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા ૭૯.૭૬ ટકાના વધારા સાથે રૂ. ૭.૩૭ કરોડ અને એબિટ માર્જિન ૭૬.૭૭ ટકા નોંધાવ્યું છે. નેટ પ્રોફિટ માર્જિન ૨૪૯ બેસિસ પોઇન્ટ વધીને ૬૨.૪૦ ટકા રહ્યું છે. શેરબજારમાં સોમવારના સત્રમાં આવેલા આ ઘટાડાથી માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ વેલ્યુમાં મોટો ફટકો પડ્યો છે. આજે ટ્રેડિંગના અંતે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. ૩૭૮.૮૫ લાખ કરોડ થયું છે જે પાછલા ટ્રેડિંગ સેશનમાં રૂ. ૩૮૬.૪૩ લાખ કરોડ હતું. આમ સોમવારના કામકાજમાં બીએસઇના બજાર મૂલ્યમાં રૂ. ૭.૫૮ લાખ કરોડનો ઘટાડો થયો છે. બજારનો ટોન નરમ હતો, નિફ્ટીના ૫૦માંના ૩૪ શેર અને સેન્સેક્સના ૩૦માંથી ૨૨ શેર નેગેટીવ ઝોનમાં ગબડ્યાં હતાં. શેરબજારમાં અત્યારે કોઇ નવા ટ્રીગરનો અભાવ જણાઇ રહ્યો છે અને ટૂંકા સમયગાળા માટે બજારમાં અફડાતફડી, કોન્સોલિડેશન અને શેરલક્ષી ચાલ જોવા મળે એવી સંભાવના છે. આ સપ્તાહે ૧૦૦૦થી વધુ કંપનીઓના નાણાકીય પરિણામ જાહેર થવાના છે.
બજારના નિષ્ણાતો ભારત અને યુએસના ઇન્ફ્લેશન ડેટાની પ્રતીક્ષા વચ્ચે બજારમાં સાવચેતીનું માનસ છે. ટેક્નિકલ નિષ્ણાતો અનુસાર નિફ્ટી માટે ૨૧,૬૫૦નું સપોર્ટ લેવલ જાળવી રાખવું મહત્ત્વનું છે, અન્યથા તે ૨૦૦ કે ૨૫૦ પોઇન્ટ નીચે પટકાઇ શકે છે. ભારતીય ઇક્વિટી બજારો ૧૦ ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ઊંચી વોલેટિલિટી વચ્ચે અથડાતા નીચા સ્તરે બંધ રહ્યા હતા, કારણ કે અમેરિકાની ફેડરલ રિઝર્વ અને ભારતીય રિઝર્વ બેન્ક, બંને મધ્યસ્થ બેન્કોએ વ્યાજદરમાં ઘટાડાની આશા પર પાણી ફેરવી દીધાં હતા. પાછલા સપ્તાહમાં નિફ્ટી ૭૧.૩ પોઈન્ટ અથવા ૦.૩૨ ટકા ઘટીને ૨૧,૭૮૨.૫ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો, જ્યારે બીએસઇ સેન્સેક્સ ૪૯૦.૧૪ અથવા ૦.૬૭ ટકાના ઘટાડા સાથે ૭૧,૫૯૫.૪૯ પોઇન્ટના સ્તરે સેટલ થયો હતો. ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર નિફ્ટી માટે, આગામી સપોર્ટ ૨૧,૬૫૦ પોઇન્ટ પર છે અને જો નિફ્ટી આ લેવલ તોડશે તો તે ૨૧,૪૦૦ પોઇન્ટ સુધી નીચી સપાટીએ ધકેલાઇ શકે છે. અપસાઇડના માર્ગે મુખ્ય અવરોધક સપાટી ૨૨,૦૦૦-૨૨,૧૦૦ના સ્તર પર છે. જ્યારે ઓપ્શન્સ ડેટા દર્શાવે છે કે ૨૨,૦૦૦નું લેવલ નિફ્ટી-૫૦ બેન્ચમાર્ક માટે પોઇઝટીવ ઝોનમાં આગળ વધવા સામે મુખ્ય અવરોધ બનવાની ધારણા છે અને ૨૧,૫૦૦નું લેવલ મુખ્ય સપોર્ટ લેવલ બની શકે છે. આ રેન્જની બંને બાજુએ નિર્ણાયક બ્રેકિંગ બજારની આગળની ચાલ નક્કી કરી શકે છે. ત્યાં સુધી ઇન્ડેક્સ આ શ્રેણીમાં રહેવાની શક્યતા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા