અમેરિકન બજાર પાછળ સેન્સેકસમાં પણ આગેકૂચ, નિફટીએ 25,000ની સપાટી ફરી હાંસલ કરી!
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકન બજારમાં આવેલા ઉછાળા સાથે તાલ મિલવતા સ્થાનિક બજારે આઇટી, ટેલિકોમ અને પસંદગીના બેન્ક શેરોની આગેવાનીએ સતત બીજા દિવસે આગેકૂચ નોંધાવવામાં સફળતા મેળવી હતી. મંગળવારે નિફ્ટી 25,000ની સપાટી ફરી હાંસલ કરવામાં સફળ રહ્યો હતો.
એશિયાઇ બજારોમાં શાંઘાઇ અને હોંગકોંગ શેરબજારમાં સુધારો હતો જ્યારે સિઓલ અને ટોકિયોના શેરબજાર નેગેટિવ ઝોનમાં ગબડ્યા હતા. યુરોવના બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. અમેરિકન શેરબજારમાં સોમવારે નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.
સત્રને અંતે સેન્સેક્સ 361.75 પોઇન્ટ અથવા તો 0.44 ટકાના ઉછાળા સાથે 81,921.29ની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન બેન્ચમાર્ક 637.01 પોઇન્ટ અથવા તો 0.78 ટકા ઉછળીને 82,196.55 પોઇન્ટ સુધી પહોંચ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 104.70 પોઈન્ટ અથવા તો 0.42 ટકાના ઉછાળા સાથે 25,041.10 પોઇન્ટના સ્તર પર બંધ રહ્યો હતો. આ સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સારી લેવાલી જોવા મળી હતી.
એનટીપીસી, એચસીએલ ટેકનોલોજી, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ, એક્સિસ બેન્ક, ટાટા ક્નસ્લ્ટન્સી સર્વિસિસ અને અદાણી પોર્ટ સેન્સેક્સના ટોપ ગેઇનર રહ્યાં હતાં. જ્યારે બજાજ નિસર્વ, બજાજ ફાઇનાન્સ, હિંદુસ્તાન યુનિલીવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ અને સ્ટેટ બેન્ક ટોપ લુઝર રહ્યાં હતાં.
લોજિસ્ટિક કંપની વેસ્ટર્ન કેરિઅર્સ રૂ. 500 કરોડના જાહેર ભરણાં સાથે 13મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. એન્કર બિડિંગ 12મીએ ખુલશે અને ભરણું 18મીએ બંધ થશે. પ્રાઇસબેન્ડ રૂ. 163થી રૂ. 172 નક્કી થઇ છે. ફ્રેશ ઇક્વિટીનો હિસ્સો રૂ. 400 કરોડનો અને ઓએફએસ હેઠળ પ્રમોટર 54 લાખ શેર વેચશે. ભંડોળનો ઉપયોગ ડેટ પેમેન્ટ અને પેસેન્જર વ્હીકલ, શિપિંગ ક્નટેનર સહિતના કેપિટલ એક્સપેન્ડિચર માટે કરાશે.
પીએન ગાડગીલ જ્વેલર્સનો આઇપીઓ મંગળવારે ખૂલવાના થોડા જ કલાકમાં સંપૂર્ણ ભરાઇ ગયો હતો. ફેરસ અને નોન-ફેરસ મેટલ, એલોય પાઉડરના વિસ્તૃત રેંજની ગ્લોબલ સપ્લાયર ઇનોમેટ એડવાન્સ્ડ મટિરિયલ્સ લિમિટેડ 11 સપ્ટેમ્બરે ઈનિશિયલ પબ્લિક ઓફરિગ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. લોટ સાઇઝ 1,200 શેરની છે. કંપની શેર દીઠ રૂ. 100ના ભાવે રૂ. 3,423.60 લાખ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
આર્કેડ ડેવલપર્સ લિમિટેડ રૂ. 410 કરોડના જાહેર ભરણાં સાથે 16મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. એન્કર બિડિંગ 13મીએ ખુલશે અને ભરણું 19મીએ બંધ થશે. પ્રાઇસબેન્ડ રૂ. 121થી રૂ. 128 નક્કી થઇ છે. કંપનીએ અગાઉ જ રૂ. 20 કરોડ પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ મારફત મેળવ્યા છે. આ મેડન ઇશ્યૂ માત્ર ફ્રેશ ઇક્વિટી હિસ્સો ધરાવે છે અને તેમાં ઓએફએસ નથી.
આ સત્રના ઉછાળામાં પ્રારંભિક ઉપલબ્ધ આંકડા અનુસાર રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 3.50 લાખ કરોડનો વધારો થયો છે. ભારતીય શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બીએસઇ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 463.66 લાખ કરોડ પર બંધ થયું હતું, જે પાછલા ટે્રડિગ સેશનમાં રૂ. 460.17 લાખ કરોડ હતું. બજારનો અંડરટોન મજબૂત રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી બાવીસ શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે આઠ નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 5ચાસ શેરોમાંથી 33 શેર ઉછાળા સાથે અને 17 નુકસાન સાથે બંધ થયા હતા.
ટોચના વધનારા શેરોમાં એચસીએલ ટેક 2.15 ટકા, ભારતી એરટેલ 2.10 ટકા, ટેક મહિન્દ્રા 1.92 ટકા, એનટીપીસી 1.73 ટકા, પાવર ગ્રીડ 1.70 ટકા, એક્સિસ બેન્ક 1.40 ટકા, ટીસીએસ 1.21 ટકા, ટાઇટન 1.19 ટકા, અદાણી 1.16 ટકા વધીને બંધ થયા છે. જ્યારે ટોચના ઘટનારા શેરોમાં, બજાજ ફિનસર્વ 1.77 ટકા, બજાજ ફાઇનાન્સ 1.45 ટકા, એચયુએલ 0.81 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.68 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. સૌથી વધુ ઉછાળો આઈટી શેરોમાં જોવા મળ્યો હોવાથી નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.73 ટકાના ઉછાળા સાથે 42,644 પર બંધ થયો હતો.
આ સિવાય ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી હેલ્થકેર અને ક્નઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી રહી છે. શેરબજારમાં મંગળવારની આગેકૂચમાં ટેલિકોમ્યુનિકેશન ઈન્ડાયસીસ સૌથી અધિક વધ્યો હતો. માર્કેટ કેપ રૂ.3.32 લાખ કરોડ વધીને રૂ.463.49 લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સની 22 સ્ક્રિપ્સ વધી હતી અને 8 સ્ક્રિપ્સ ઘટી હતી.
એક્સચેન્જમાં 4,042 સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં 2,586 સ્ટોક્સ વધ્યા હતા, 1,352 સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે 104 સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. 278 સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે 30 સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ 0.53 ટકા અને બીએસઈ સ્મોલકેપ 1.53 ટકા વધ્યો હતો. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ 1.74 ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ 0.34 ટકા ઘટ્યો હતો.
સેકટરલ ઈન્ડાયસીસમાં માત્ર બીએસઈ ઓઈલ એન્ડ ગેસ 0.42 ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ 0.08 ટકા અને એનર્જી 0.03 ટકા ઘટ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટેલિકોમ 2 ટકા, યુટિલિટીઝ 1.76 ટકા, પાવર 1.74 ટકા, ટેક 1.62 ટકા, આઈટી 1.52 ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ 1.25 ટકા, સર્વિસીસ 1.2 ટકા, હેલ્થકેર 1.1 ટકા, કેપિટલ ગુડ્સ 1.07 ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ 0.98 ટકા, રિયલ્ટી 0.92 ટકા, કંઝ્યુર ડિસ્ક્રેશનરી 0.72 ટકા, કોમોડિટીઝ 0.59 ટકા અને એફએમસીજી 0.35 ટકા વધ્યા હતા.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એચસીએલ ટેકનોલોજી 2.15 ટકા, ભારતી એરટેલ 2.10 ટકા, ટેક મહિન્દ્ર 1.78 ટકા, એનટીપીસી 1.73 ટકા, પાવર ગ્રીડ 1.72 ટકા, એક્સિસ બેન્ક 1.40 ટકા, તાતા ક્નસલ્ટન્સી 1.21 ટકા, ટાઈટન 1.19 ટકા, આદાણી પોર્ટ્સ 1.16 ટકા અને ઈન્ફોસિસ 0.96 ટકા વધ્યા હતા, જ્યારે બજાજ ફિનસર્વ 1.81 ટકા, બજાજ ફાઈનાન્સ 1.45 ટકા, હિંદુસ્તાન યુનિલિવર 0.81 ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર 0.68 ટકા, તાતા મોટર્સ 0.30 ટકા, સ્ટેટ બેન્ક 0.22 ટકા, રિલાયન્સ 0.10 ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્ક 0.05 ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 90.58 કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ 636 સોદામાં 1,103 કોન્ટે્રક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ 3,15,992 કોન્ટે્રક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. 3,86,294.02 કરોડનું રહ્યું હતું.