શેર બજાર

Anil Ambaniની કંપનીનો શેર રૂ. નવથી પહોંચી ગયો 193 પર, જાણો કઈ રીતે

મુંબઈઃ અનિલ અંબાણીની કંપનીનો સ્ટોક 9 થી 193 રૂપિયા સુધી પહોંચ્યો છે. અહેવાલોના જણાવ્યા અનુસાર આનું કારણ એ છે કે એક મોટી કંપનીએ રોકાણ કર્યું છે.

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો શેર રૂ. 9 થી વધીને રૂ. 193 થયો છે. દરમિયાન, અનુભવી રોકાણકારે આ કંપનીમાં લગભગ 40 લાખ શેર ખરીદ્યા છે.

એક અનુભવી રોકાણકારે અનિલ અંબાણીની કંપનીના શેર પર મોટો દાવ લગાવ્યો હોવાના અહેવાલો છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરહોલ્ડિંગ પેટર્નમાં વિજય કેડિયાની કંપની કેડિયા સિક્યોરિટીઝનું નામ દેખાયું છે. જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળા દરમિયાન વિજય કેડિયાની કંપનીએ રિલાયન્સ ઇન્ફ્રામાં મોટો હિસ્સો ખરીદ્યો છે. આ કંપનીમાં કેડિયાનો 1.01 ટકા હિસ્સો છે.

અનુભવી રોકાણકારે આ હિસ્સો એવા સમયે ખરીદ્યો છે જ્યારે વીમા ક્ષેત્રની દિગ્ગજ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એ રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં નફો બુક કર્યો છે. એક અહેવાલ મુજબ, તાજેતરમાં પૂરા થયેલા માર્ચ 2024 ક્વાર્ટર માટે રિલાયન્સ ADAG કંપની દ્વારા આપવામાં આવેલી વિગતોમાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરહોલ્ડિંગ પેટર્નમાંથી LICનું નામ ગાયબ થઈ ગયું છે.

વિજય કેડિયાની કંપનીએ અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના 40 લાખ શેર ખરીદ્યા છે, જે કંપનીમાં 1.01 ટકા હિસ્સો છે. જોકે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2024ના ત્રિમાસિક ગાળા દરમિયાન કેડિયાનું નામ આ કંપનીના શેરહોલ્ડિંગ પેટર્નમાં સામેલ કરવામાં આવ્યું ન હતું. મતલબ કે કેડિયાની કંપનીએ Q4FY24માં જ હિસ્સો ખરીદ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress