નેશનલશેર બજાર

માર્ચ મહિનામાં આ ત્રણ કારણે ક્રેશ થાય છે Share Market, જાણો પોતાને નુકસાનથી કેવી રીતે બચાવશો

મુંબઈ: નાણાકીય વર્ષ પૂર્ણ થતાં જ ભારતીય શેર બજારમાં ઉથલપાથલ શરૂ થઈ જાય છે. માર્ચ મહિનામાં માર્કેટ ડાઉન થવાનું સૌથી વધુ જોખમ હોય છે. 23 વર્ષની વાત કરીયે તો માર્ચ માહિનામાં 56 ટકા કેસમાં શેર બજારે નેગેટિવ રિટર્ન આપ્યું છે. જોકે શેર માર્કેટ ક્રેશ થશે એ વાત નક્કી નથી, પણ જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો શેર બજારમાં થનારા નુકસાનથી બચી શકશો.

શેર માર્કેટ નિષ્ણાંત મુજબ માર્ચ મહિનામાં નાણાકીય વર્ષ સમાપ્ત થતાં શેર બજાર ક્રેશ થવાની શક્યતા હોય છે. માર્ચ મહિનામાં કંપની દ્વારા તેમની બેલેન્સ શીટમાં વધુ રોકડ રકમ બતાવવા માટે કંપની તેની પાસે રહેલા શેર વેચી નાખે છે, જેને લીધે આગામી વર્ષમાં તેમની પાસે રોકડ રકમ છે એવું તે બતાવીને શેર બજારમાં કંપની પોતાને મજબૂત બનાવી લેય છે.

15 માર્ચ એડ્વાન્સ ટૅક્સ ભરવા માટેની છેલ્લી તારીખ હોય છે. આ ટૅક્સને ભરવા માટે કંપની તેમના શેર કે મ્યુચલ ફંડને વેચી રોકડ વડે સરકારને ટૅક્સની રકમ ચૂકવે છે. માર્ચ મહિનામાં કંપની નુકસાન અને પોતાની પાસે રહેલા ભંડોળને જણાવી ટૅક્સમાં સવલત મેળવે છે.

માર્ચ મહિનામાં કંપની તેમના ફાયદા અને નુકસાન પર વધુ ધ્યાન આપે છે. નુકસાન સહન કરનાર શેર હોલ્ડર્સ પણ કંપનીના શેરને ખરીદીને પ્રોફિટ બૂકિંગ કરે છે, જેને લીધે શેર માર્કેટમાં અસ્થિરતા વધવાને લીધે માર્કેટ ક્રેશ થાય છે, એવું નિષ્ણાંતોનું માનવું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button