રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચ્યો | મુંબઈ સમાચાર
શેર બજાર

રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ:
વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયાની પડતી ચાલુ રહી છે. ફોરેક્સ ડીલરે જણાવ્યું હતું કે, અમેરિકન ચલણ સામે રૂપિયો નવા નીચા સ્તરે પહોંચ્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ સતત ૧૧મા સપ્તાહમાં તેમની વચવાલીમાં વધારો કર્યો હતો. એફઆઇઆઇએ સપ્તાહ દરમિયાન રૂ. ૩,૫૭૭.૩૭ કરોડના ઇક્વિટી વેચ્યા હતા.

બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ સતત બાવીસમાં સપ્તાહમાં તેમની ખરીદી ચાલુ રાખી હતી અને રૂ. ૧૩,૭૦૩.૨૩ કરોડના ઇક્વિટી ખરીદ્યા હતા. ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે ૮૮.૪૫ ના નવા રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે.

આપણ વાંચો: ભારતીય અર્થતંત્રમાં મજબૂતીના સંકેત, વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત સાતમા સપ્તાહે થયો વધારો

સપ્તાહના છેલ્લા દિવસે ૧૨ સપ્ટેમ્બરના રોજ ભારતીય રૂપિયો ૮૮.૨૭ પ્રતિ ડોલર પર સ્થિર રહ્યો, જે ૫ાંચમી સપ્ટેમ્બરના રોજ ૮૮.૨૬ની સપાટીએ બંધ હતો. સપ્તાહ દરમિયાન ભારતીય રૂપિયો ૮૭.૯૫-૮૮.૪૫ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button