શેર બજાર

લોકસભાની ચૂંટણીની અટકળો વચ્ચે બજાર અટવાઇ ગયું, નિફ્ટી નેગેટિવ ઝોનમાં લપસ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીની અટકળો સાથે ઊંચા વેલ્યુએશન્સની ટિંતા વચ્ચે રોકાણકારોએ ઈન્ડેક્સ હેવીવેઈટ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું હોવાથી બજાર સાંકડી રેન્જમાં અથડાઇ ગયું હતું. સપ્તાહના પહેલા સત્રમાં સેન્સેક્સમાં સાધારણ સુધારો નોંધાયો હતો જ્યારે નિફ્ટી નેગેટીવ ઝોનમાં લપસ્યો હતો. રિઝર્વ બેન્કના નવા પરિપત્રને કારણે પીએસયુ શેરોમાં જોરદાર ધોવાણ થતા તેની પણ બજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર થઇ હતી.

બીએસઇનો 30 શેર ધરાવતો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 17.39 પોઈન્ટ અથવા 0.02 ટકા વધીને 73,895.54 પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. સત્ર દરમિયાન બેરોમીટર 74,359.69 પોઇન્ટની ઊંચી અને 73,786.29 પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. જોકે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો વ્યાપક પાયો ધરાવતો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 33.15 પોઈન્ટ અથવા 0.15 ટકા ઘટીને 22,442.70 પોઇન્ચના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સ બાસ્કેટમાંથી, કોટક મહિન્દ્રા બેંકે 5ાંચ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. અન્ય મુખ્ય વધનારા શેરોમાં ટાટા ક્નસલ્ટન્સી સર્વિસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, ટેક મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ હતો.

માર્ચ ક્વાર્ટરની કમાણી રોકાણકારોને પ્રોત્સાહિત કરવામાં નિષ્ફળ જતાં ટાઇટનમાં સાત ટકાનો કડાકો નોંધાયો હતો. અન્ય ટોપ લુઝર્સ શેરોની યાદીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એનટીપીસી, પાવર ગ્રીડ, બજાજ ફાઈનાન્સ અને લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ હતો.

બજારના અભ્યાસુઓએ જણાવ્યું હતું કે સ્થાનિક સૂચકાંકો રેન્જ બાઉન્ડ રીતે ટે્રડ થયા હતા. વ્યાપક શેરોમાં પણ મૂલ્યાંકનની ચિંતા અને પ્રોફિટ બુકિગને કારણે વેચાણનું મોટું દબાણ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક ઇન્ડેક્સોમાં નિસ્તેજ પ્રવૃત્તિ જોવા મળી હતી. ઘણા વખત પછી બ્રોડર માર્કેટમાં બેીસઇ સ્મોલકેપ ગેજ 1.06 ટકા, મિડકેપ ઇન્ડેક્સ 0.95 ટકા ઘટ્યો હતો.
ક્નઝ્યુમર ડ્યુરેબલ્સ 3.85 ટકા, સેવાઓમાં 1.95 ટકા, યુટિલિટીઝ (1.76 ટકા), પાવર (1.26 ટકા), ઈન્ડસ્ટ્રીયલ (0.80 ટકા) અને કોમોડિટીઝ (0.78 ટકા) ઘટ્યા છે. હેલ્થકેર, આઈટી, ઓટો, રિયલ્ટી અને ટેકમાં વધારો થયો હતો.

પીએસયુ શેરોમાં તીવ્ર કરેક્શનથી પીએસયુ ઈન્ડેક્સ નીચા સ્તરે ધકેલાયો છે. મિડ અને સ્મોલકેપ્સમાં વર્ટિકલ ઘટાડાએ બજારના સેન્ટિમેન્ટને વધુ નુકસાન પહોંચાડ્યું હતું, જોકે, પસંદગીના એફએમસીજી, આઇટી અને ફાર્મા કાઉન્ટર્સે બજારને ટેકો આપ્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું.
એક્સચેન્જ ડેટા અનુસાર ગ્લોબલ ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.80 ટકા વધીને 83.62 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઈ)એ શુક્રવારે રૂ. 2,391.98 કરોડના મૂલ્યની ઇક્વિટી ઓફલોડ કરી હતી.

એશિયન બજારોમાં, શાંઘાઈ અને હોંગકોંગ પોઝિટિવ ઝોનમાં સ્થિર થયા હતા. રજાઓને કારણે જાપાન અને દક્ષિણ કોરિયાના બજારો બંધ હતા. યુરોપિયન બજારોમાં ખૂલતા સત્રમાં તેજી સાથે કામકાજ ચાલી રહ્યું હોવાના અહેવાલ હતા. વોલ સ્ટ્રીટના શેરબજાર શુક્રવારે નોંધપાત્ર ઉછાળા સાથે બંધ થયા હતા.
અબજોપતિ રોકાણકાર વોરેન બફેટે જણાવ્યું હતું કે ભારતીય બજાર પાસે વિપુલ તકો મોજૂદ છે જેને તેમની સમૂહ હોલ્ડિંગ કંપની, બર્કશાયર હેથવે ભવિષ્યમા ખેડવાા માગે છે. બફેટની ટિપ્પણી શુક્રવારે બર્કશાયરની વાર્ષિક મીટિગમાં આવી હતી, જ્યારે ભારતીય ઇક્વિટીમાં રોકાણ કરતા યુએસ સ્થિત હેજ ફંડ દૂરદર્શી એડવાઇઝર્સના રાજીવ અગ્રવાલે તેમને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા, ભારતમાં બર્કશાયરની શોધ કરવાની સંભાવના વિશે પૂછ્યું હતું.

શુક્રવારે બીએસઇ બેન્ચમાર્ક 732.96 પોઈન્ટ અથવા 0.98 ટકા ઘટીને 73,878.15 પર સેટલ થયો હતો. એનએસઇ નિફ્ટી પણ 172.35 પોઈન્ટ અથવા 0.76 ટકા ઘટીને 22,475.85 પર આવી ગયો હતો.
આગામી દિવસોમાં કોર્પોરેટ પરિણામોની ચાલુ મોસમ રોકાણકારો માટે એક મુખ્ય પરિબળ હશે. આ ઉપરાંત બજાર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના વલણ અને યુકેના જીડીપી ડેટા પર પણ ફંડો અને રોકાણકારો નજર રાખશે. એકંદરે ઊંચા વેલ્યુએશન અને ચૂંટણીના પડઘમને કારણે અફવા બજારના ગરમાટાને કારણે તે બજારમાં કોન્સોલિડેશનની સંભાવના રહે છે.

ટોચના બ્રેકિંગ ફર્મના રિસર્ચ ચીફ અનુસાર બજારની વ્યાપક શ્રેણીમાં કોન્સોલિડેશન જોવા મળશે, પરંતુ અંડરટોન મજબૂત હોવાથી ગતિ ધીમી પડવા છતાં દિશા આગેકૂચની રહી શકે છે. બજારના સહભાગીઓ માર્ચ ક્વાર્ટરની કમાણીની સિઝન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે, જે હવે તેના પાંચમા સપ્તાહમાં પ્રવેશ કરશે.

અત્યાર સુધી કોર્પોરેટ પરિણામો વિશ્લેશકોની અપેક્ષાઓ સાથે વ્યાપકપણે સુસંગત છે. આ સપ્તાહે 300થી વધુ કંપનીઓ તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરશે, જેમાં ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, હીરો મોટોકોર્પ, લાર્સન એન્ડ ટુબ્રો, એશિયન પેઈન્ટ્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સિપ્લા, આઈશર મોટર્સ અને ટાટા મોટર્સ જેવા મુખ્ય નામોનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button