શેર બજાર

આખલાએ પોરો ખાધો: વિશ્વબજારના નબળા સંકેત વચ્ચે બે સત્રની આગેકૂચને બ્રેક, સેન્સેક્સમાં 616 પોઇન્ટનું ગાબડું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વૈશ્વિક બજારોમાં નબળા વલણો વચ્ચે મેટલ અને બેન્કિંગ શેરોમાં વેચવાલીને કારણે સપ્તાહના પહેલા દિવસે, સોમવારે શેરબજારની બે દિવસની આગેકૂચને બ્રેક લાગી હતી અને બેન્ચમાર્ક સેન્સેક્સમાં 616.75 પોઈન્ટ્સનું ગાબડું જોવા મળ્યું હતું.
રેકોર્ડ બ્રેકિગ તેજી આખલાએ પોરો ખાવાનું પસદં કર્યું હોવાથી ત્રીસ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ પ્રોફિટ બુકિંગ વચ્ચે 616.75 પોઇન્ટ અથવા 0.83 ટકા ઘટીને 73,502.64 પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, બેરોમીટર 685.48 પોઈન્ટ ગબડીને 73,433.91 પોઇન્ટની સપાટીને અથડાયો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 160.90 પોઈન્ટ અથવા 0.72 ટકા ઘટીને 22,332.65 પર બંધ થયો હતો.
સેન્સેક્સ કંપનીઓમાં પાવર ગ્રીડ અને ટાટા સ્ટીલ બે ટકાથી વધુ ઘટ્યા હતા. અન્ય ઘટનારા મુખ્ય શેરોમાં એચડીએફસી બૅન્ક, સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બૅન્ક, હિન્દુસ્તાન યુનિલીવર અને એનટીપીસીનો સમાવેશ હતો. નેસ્લે, બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સ લાભાર્થીઓમાં હતા.
ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસ આઈપીઓ અંતર્ગત 175 કરોડ રૂપિયાના નવા શેર ઈશ્યૂ કરવામાં આવશે, સાથે જ 18 લાખ શેરનો ઓફર ફોર સેલ હશે. આઈપીઓ 14 માર્ચ ખુલશે અને 18 માર્ચ બંધ થશે. આઈપીઓ ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ રૂ. 680થી રૂ. 715 નક્કી કરવામાં આવી છે અને લોટ સાઇઝ 20 શેરની છે. આ કંપની 21 માર્ચે શેર બજારમાં લિસ્ટેડ થઇ શકે છે.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે અમેરિકામાં વ્યાજદર ઘટાડાની અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક બજારોમાં સતત વેચવાલીથી સ્થાનિક બજારના સેન્ટિમેન્ટને અસર થઈ છે, જે હાલમાં ઓવરબોટ સ્તરે છે. અપેક્ષા કરતાં વધુ મજબૂત યુએસ નોનફાર્મ પેરોલ ડેટા અને આવતીકાલે યુએસ ફુગાવાના ડેટાની જાહેરાત પહેલા રોકાણકારોમાં સાવચેતીનું માનસ જોવા મળ્યું હતું.
એક અન્ય માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ઊંચા મૂલ્યાંકનની ચિંતાને કારણે વ્યાપક બજારે તેનું અંડરપર્ફોર્મન્સ ચાલુ રાખ્યું હતું, જ્યારે રોકાણકારો સોના જેવી સલામત આશ્રય સંપત્તિનો સમાવેશ કરવા માટે તેમના પોર્ટફોલિયોને પુન:સંતુલિત કરી રહ્યા છે. આ કારણે સ્મોલ અને મિડકેપ શેરોમાં થોડા સત્રથી નરમાઇ જોવા મળી રહી છે. વિશ્વબજારમાં એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી-225 ઇન્ડેક્સ 2.2 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.8 ટકા તૂટ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ 1.4 ટકા અને શાંઘાઈ કમ્પોઝિટ 0.7 ટકા ઉછળ્યો હતો. શુક્રવારે અમેરિકી બજારો નકારાત્મક ક્ષેત્રમાં સમાપ્ત થયા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.29 ટકા વધીને 82.32 ડોલર પ્રતિ બેરલ
થયું છે.
એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરૂવારે રૂ. 7,304.11 કરોડની ઇક્વિટી ખરીદી હતી. જોકે, પાછલા સપ્તાહે બે જ સત્રમાં એફઆઇઆઇએ રૂ. 15,000 કરોડ જેવી લેવાલી નોંધાવી હોવા છતાં બેન્ચમાર્કના સુધારામાં એટલો ફરક દેખાયો નહોતો. પાછલા ગુરૂવારે, સેન્સેક્સ 33.40 પોઈન્ટ્સ અથવા 0.05 ટકા વધીને 74,119.39ની નવી ટોચ પર સેટલ થયો હતો, જ્યારે વ્યાપક નિફ્ટી 19.50 પોઈન્ટ્સ અથવા 0.09 ટકા વધીને રેકોર્ડ 22,493.555 પર બંધ થયો હતો. શુક્રવારે મહાશિવરાત્રિ નિમિત્તે બજારો બંધ રહી હતી. પ્રથમ ઇપીસી પ્રોજેક્ટ્સ એનએસઇ ઇમર્જ પર લિસ્ટેડ થશે: પ્રથમ ઇપીસી પ્રોજેક્ટ્સ લિમિટેડ મૂડીબજારમાં પ્રવેશી ચૂકી છે. ઇશ્યૂનું કદ રૂ. 36 કરોડ છે અને પ્રાઇસ બેન્ડ રૂ. 71થી રૂ. 75 નક્કી થઇ છે. ઈસ્યુ 11 માર્ચે ખૂલ્યો છે અને 13 માર્ચે બંધ થશે. આઇપીઓ પછી શેર એનએસઇ એસએમઇ પર લિસ્ટ થશે. બુક રનિંગ લીડ મેનેજર બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ છે અને તેના રજિસ્ટ્રાર લિન્ક ઇન્ટાઇમ ઇન્ડિયા છે.
કંપનીએ મશીનરીની ખરીદી, કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે એકત્ર કરવામાં આવતા ભંડોળનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં ઈન્ડિયન ઓઈલ, સાબરમતી ગેસ, ગુજરાત ગેસ, સનપેટ્રો કેમિકલ્સ, ગેઈલ (ઈન્ડિયા), જીએસપીએલ, બીપીસીએલનો સમાવેશ થાય છે.
સેન્સેક્સમાં નેસલે ઈન્ડિયા 2.05 ટકા, બજાજ ફિનસર્વ 0.83 ટકા, બજાજ ફાઈનાન્સ 0.29 ટકા, ટીસીએસ 0.28 ટકા અને એશિયન પેઈન્ટ્સ 0.25 ટકા વધ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 2.53 ટકા, ટાટા સ્ટીલ 2.38 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 1.86 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 1.53 ટકા અને હિન્દુસ્તાન યુનિલિવર 1.34 ટકા ઘટ્યા હતા. બધા ગુપની કુલ 19 કંપનીઓમાંથી 15 કંપનીઓને ઉપલી અને 4 કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…