સાવચેતીના માનસ વચ્ચે અફડાતફડીમાંથી પસાર થયેલો નિફ્ટી 22,000ની સપાટી માંડ જાળવી શક્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાની ફેડરલલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયની જાહેરાત અને ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે સર્જાયેલા સાવચેતીના માનસને કારણે શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. રોકાણકારેો મોટા લેણસોદાથી અળગા રહેવાનું પસદં કર્યું હોવા છતાં અફડાતફડીમાંથી પસાર થયેલો નિફ્ટી બેન્ચમાર્ક સાધારણ સુધારા સાથે 22,000 પોઇન્ટની સપાટી જાલવવામાં સફળ રહ્યો હતો.
બીએસઇનો ત્રીસ શેરોવાળો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 104.99 પોઈન્ટ અથવા 0.14 ટકા વધીને 72,748.42 પોઇન્ટના સ્તર પર સેટલ થયો છે. દિવસ દરમિયાન, સેન્સેક્સ 72,985.89 પોઇન્ટની ઊંચી અને 72,314.16 પોઇન્ટની નીચી સપાટી વચ્ચે અથડાતો રહ્યો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ 32.35 પોઈન્ટ અથવા 0.15 ટકા વધીને 22,055.70 પોઇન્ટ પર પહોંચ્યો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, શેરબજારમાં વૈશ્વિક પરિબળો સાથે સ્થાનિક સ્તરે ઇલેક્શનની જાહેરાતને પગલે સાવચેતીના માહોલ વચ્ચે ઉથલપાથલ અને અફડાતફડીનો દોર તીવ્ર બન્યો છે. લેવેચના ઉપરાછાપરી દોર વચ્ચે એન.એસ.ઈ.નો બેન્ચમાર્ક નિફ્ટી સત્ર દરમિયાન 22,000ની નીચે જઈ પાછો ફર્યો હતો.
જોકે હાલ ઉછાળે વેચવાલીનો તાલ પણ જોવા મળે છે, એટલે ચોક્કસ ટે્રન્ડ પકડાતો નથી. પ્રારંભિક સત્રમાં ભારતીય ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારે ફ્લેટ ટે્રડિગ સાથે શરૂઆત કરી હતી, કારણ કે રોકાણકારો ઊંચા સ્તરે સાવચેત વલણ અપનાવી રહ્યા હતા.
જોકે પાછળથી પસંદગીના શેરમાં નીચા મથાળે લેવાલી પણ જોવા મળી હતી. સવારના સત્રમાં એમએન્ડએમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ ટોપ ગેઇનર રહ્યા હતા, જ્યારે ખાનગી બેન્કો અને ઇન્ફોસિસના શેરમાં નોંધપાત્ર વેચવાલી અને પીછેહટ જોવા મળી હતી.
સત્રને અંતે સેન્સેક્સના શેરોમાં ટાટા સ્ટીલ 5ાંચ ટકાથી વધુ ઉછાળા સાથે ટોપ ગેઇનર બન્યો હતો. સૌથી વધુ ઉછાળો નોંધાવનાર અન્ય શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, એક્સિસ બેંક, સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મારૂતિનો સમાવેશ રહ્યો હતો.
ઇન્ફોસિસ, ટાટા ક્નસલ્ટન્સી સર્વિસ, ટાઇટન, વિપ્રો, હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લેનો ટોપ લૂઝર્સ શેરોમાં સમાવેશ હતો.ઓટો, મેટલ, કોમોડિટીઝ અને હેલ્થકેર શેર્સમાં વધારો થયો જ્યારે આઇટી અને ટેકનોલોજી શેરોમાં વેચવાલી અને નુકસાન નોંધાયું હતું.
સેબીની ચેતવણી અને ફંડોની સ્ટે્રસ ટેસ્ટ બાદ રિડેમ્પશનના દબાણને કારણે નાના શેરોમાં વેચવાલી વધતી રહી હોવાથી, મિડ અને સ્મોલકેપ શેરઆંકોમાં પણ નિરાશાજનક વલણ જોવા મળ્યું છે. સાર્વત્રિક વેચવાલીના માહોલમાં સેક્ટરલ ધોરણે માત્ર પીએસયુ બેંકો, મીડિયા અને ઓટોએ આગેકૂચ સાથે ઊંચા મથાળે વેપાર કર્યા હતા, બાકીના તમામ શેરાંકોમાં પ્રોફીટ બુકિગ હોવા મળ્યું હતું.
બજારના સાધનો અનુસાર બુધવાર, 20મી માર્ચના રોજ ફેડરલ રિઝર્વના નિર્ણય સાથે, બજારની અસ્થિરતા વધુ તીવ્ર થવાની ધારણા છે. રોકાણકારોનું ધ્યાન આગામી લોકસભાની ચૂંટણીઓ તરફ પણ જઈ રહ્યું છે, જે 19 એપ્રિલે શ થશે અને 4 જૂને પૂર્ણ થશે.
માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા એસએમઇ આપીિઓ, સ્મોલ કેપ અને મિડકેપના વેલ્યુએશન્સ સહિત બજારના એકથી વધુ સેગમેન્ટ અંગે જાહેર કરાયેલી આશંકા, મ્યુચ્યુઅલ ફંડ્સના તણાવ પરીક્ષણના પરિણામો, ફરજિયાત રિડેમ્પશન જેવા પરિબળો બજાર પર સંભવત: દબાણ લાવી શકે છે.
અગ્રણી ટેકનિકલ એનાલિસ્ટ કહે છે કે, નિફ્ટી માટે 21,530 પોઇન્ટના સ્તર પર મુખ્ય સપોર્ટ સાથે, ઇન્ટ્રાડે સપોર્ટ લેવલ 21,861ની સપાટી પર છે. જ્યારે તાત્કાલિક પ્રતિકાર સપાટી 22,250 પોઇન્ટના સ્તર પર છે. પ્રવર્તમાન અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારોએ સાવચેત રહેવું આવશ્યક છે.
વિશ્વબજારમાં એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ પોઇઝટીવ ઝોનમાં સ્થિર થયા હતા. યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં ગ્રઈન ઝોનમાં ટે્રડ કરી રહ્યા હતા. શુક્રવારે અમેરિકી બજારો નેગેટીવ ઝોનમાં બંધ બંધ રહ્યા હતા.
એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ શુક્રવારે રૂ. 848.56 કરોડની ઇક્વિટી ખરીદી હતી. ઓ બાબત નોંધવી રહી કે, એફઆઇઆઇએ માર્ચ મહિનામાં અત્યાર સુધી રૂ. 40,000 કરોડથી વધુની લેવાલી નોંધાવી છે. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.87 ટકા વધીને 86.08 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
શુક્રવારે ઇજઊનો 30 શેરનો બેન્ચમાર્ક 453.85 પોઈન્ટ અથવા 0.62 ટકા ઘટીને 72,643.43 પર સેટલ થયો હતો. એનએસઇનો નિફ્ટી 123.30 પોઈન્ટ અથવા 0.56 ટકા ઘટીને 22,023.35 પર આવી ગયો હતો.