શેર બજાર

નવેસરની લેવાલીના ટેકાએ સેન્સેક્સ ૨૭૦ પોઈન્ટ્સ આગળ વધ્યો; રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બૅંકમાં ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સુસ્ત અને નિરસ હવામાન વચ્ચે સત્રના પાછલા ભાગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસી બેન્ક જેવા હેવીવેઇટ શેરાની આગેવાનીમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે ઇન્ટ્રા-ડેના નીચા સ્તરેથી ઊછળ્યા હતા અને પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યાં હતા. સેન્સેક્સની ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૩૬૮.૭૭ લાખ કરોડ રહ્યું હતું. બધા ગ્રુપની કુલ ૭ કંપનીઓમાંથી ૪ કંપનીઓને ઉપલી અને ૩ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

અત્યંત ફ્લેટ ઓપનિંગ પછી તુલનાત્મક રીતે સાંકડી રેન્જની અફડાતફડીમાં અટવાઇને બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ અંતે ૨૭૧.૫૦ પોઈન્ટ અથવા ૦.૩૮ ટકા વધીને ૭૧,૬૫૭.૭૧ સ્થિર થતાં પહેલા સત્ર દરમિયાન ૭૧,૧૧૦.૯૮ની નીચી સપાટી અને ૭૧,૭૩૩.૮૪ની ઊંચી સપાટીને અથડાયો હતો. જ્યારે નિફ્ટી ૭૩.૮૫ પોઈન્ટ અથવા ૦.૩૪ ટકા વધીને ૨૧,૬૧૮.૭૦ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો.

વૈશ્ર્વિક બજારોની નબળાઈને કારણે સ્થાનિક બજારમાં દરેક ઉછાળો વેચવાલી જોવા મળતી હતી. બજાર એક દિશા માટે નવા ટ્રિગર્સ શોધી રહ્યું છે અને યુએસ તથો ભારતીય ફુગાવાના ડેટા રિલીઝ થયા બાદ બજારને નજીકના ગાળાની દિશા મળી શકે છે, એમ જણાવતા જિયોજીતના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું હતું કે, રોકાણકારોનું ધ્યાન અર્નિંગ સિઝન પર કેન્દ્રિત છે, ક્રમિક ધોરણે કોર્પોરેટ સેકટરની કમાણીમાં વૃદ્ધિ નીચી રહેવાની શક્યતા છે, જ્યારે ઓટો, કેપિટલ ગુડ્સ અને સિમેન્ટ માટેની અપેક્ષાઓ મજબૂત રહેશે, એમ સેન્સેક્સ પેકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ૨.૬૯ ટકા વધ્યો હતો, ત્યારબાદ ટોચના વધાનારા શેરોમાં એચસીએલ ટેક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા મોટર્સ, વિપ્રો, ઇન્ડસઇન્ડ બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ, વિપ્રો, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ અને ટાઇટનનો સમાવેશ થાય છે. તેનાથી વિપરિત, એનટીપીસી, પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેન્ક, ઇન્ફોસિસ અને નેસ્લે ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા.

મૂડીબજારની હલચલમાં મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડનો રૂ. ૧,૧૭૧.૫૮ કરોડનો બુક બિલ્ટ ઇશ્યુ સંપૂર્ણપણે ૨.૮ કરોડ શેરના વેચાણ માટેની ઓફર (ઓએફએસ) છે. કંપનીનો ઇશ્યૂ શેર દીઠ રૂ. ૩૯૭થી રૂ. ૪૧૮ની પ્રાઇસ બેન્ડ સાથે ૧૫ જાન્યુઆરીએ ખુલશે અને ૧૭ જાન્યુઆરીએ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ શુક્રવાર, જાન્યુઆરી ૧૨, ૨૦૨૪ છે. લઘુત્તમ બિડ લોટ ૩૫ શેરનો છે. શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે.

એશિયન બજારોમાં, ટોક્યો ગ્રીન ઝોનમાં સેટલ થયા હતા, જ્યારે સિઓલ, શાંઘાઈ અને હોંગકોંગ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા. યુરોપિયન બજારો ખીલતા સત્રમાં મોટાભાગે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે યુએસ બજારો મોટાભાગે નીચામાં બંધ થયા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૯૯૦.૯૦ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૯ ટકા ઘટીને ૭૭.૪૪ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. બીએસઇ સેન્સેક્સ મંગળવારે ૩૦.૯૯ પોઈન્ટ અથવા ૦.૦૪ ટકા વધીને ૭૧,૩૮૬.૨૧ પર સ્થિર થયો છે. નિફ્ટી ૩૧.૮૫ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા વધીને ૨૧,૫૪૪.૮૫ પર બંધ થયો હતો.

બજારના નિષ્ણાત કહે છે કે લોંગ પોઝિશન સતત ઘટી રહી છે અને શોર્ટ પોઝિશન્સ વધી રહી છે. આ શોર્ટ બિલ્ડઅપ એવી ધારણા પર આધારિત છે કે હાલના ઊંચા મૂલ્યાંકનને ટકાવી રાખવું મુશ્કેલ છે અને કેટલાક ટ્રિગર્સ તીવ્ર કરેક્શન તરફ દોરી શકે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૨.૬૯ ટકા, એચસીએલ ટેક્નોલોજીસ ૨.૧૫ ટકા, આઈસીઆઈસઆઈ બેન્ક ૧.૪૦ ટકા, ટાટા મોટર્સ ૧.૦૯ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૯૪ ટકા વધ્યા હતા, જ્યારે એનટીપીસી ૨.૦૩ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧.૩૪ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૦ ટકા, એક્સિસ બેન્ક ૦.૭૩ ટકા અને ઈન્ફોસિસ ૦.૬૨ ટકા ઘટ્યા હતા.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૩૭ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૩૭ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૨૩ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૩૫ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૩૩ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૩૨ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૩૩ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૩૪ ટકા વધ્યા હતા.

બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર આજે નવું ભરણું
મુંબઈ: બીએસઇ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૪૫ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૨.૬૪ ટકા વધ્યો હતો. બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર ન્યૂ સ્વાન મલ્ટીટેકનો આઇપીઓ ૧૧ જાન્યુઆરીએ ખુલશે અને ૧૫ જાન્યુઆરીએ બંધ થશે. કંપની રૂ. ૬૨ થી રૂ. ૬૬ના ભાવે રૂ. ૩૩.૧૧ કરોડ એકત્ર કરશે. બુક રનિંગ લીડ મેનેજર હેમ સિક્યોરિટીઝ અને શેર ઈન્ડિયા કેપિટલ સર્વિસિસ છે. ઓટોમોટિવ અને કૃષિ મશીનરીના મહત્ત્વના સ્પેરપાર્ટસની ઉત્પાદક આ કંપની ૨૦૧૪માં સ્થાપાઇ હતી, જે લુધિયાણા અને અમદાવાદ સ્થિત બે કારખાનામાં ૩૦૦ એસકેયુનું ઉત્પાદન કરે છે. વર્ષ ૨૦૨૩માં ૬૦ ટકા આવક ઓટોમોટિવ સેગમેન્ટમાંથી અને ૩૭ ટકા કૃષિ સાધનોમાંથી આવી હતી. કંપની હોન્ડા મોટરસાઇકલ, સ્કૂટર ઇન્ડિયા, એમજી મોટર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા ક્લાયન્ટ્સ ધરાવે છે. કંપની લુધિયાણામાં ક્ષમતા વધારવા, લોનની ચૂકવણી, કાર્યકારી મૂડી, સામાન્ય કોર્પોરેટ હેતુ અને નવી મશીનરી ખરીદવા નાણાં ભંડોળનો ઉપયોગ કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…