તેજીની એકધારી આગેકૂચ સાથે સેન્સેકસે ૪૮૬ પોઇન્ટની જમ્પ સાથે ૭૪,૨૫૦ની સપાટી વટાવી, નિફ્ટી ૨૨,૫૫૦ની ઉપર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારે આજે ગુરુવારના સત્રમાં નિરસ શરૂઆત બાદ ભારે અફડાતફડીમાંથી પસાર થઇને અંતે ૪૮૬ પોઇન્ટના સુધારા સાથે ૭૪,૩૩૯ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સેન્સેક્સે ભારે અફડાતફડીમાંથી પસરા થવા છતાં અંતે ૭૪,૦૦૦ પોઇન્ટની સપાટી પાર કરવામાં સફળતા મેળવી હતી અને નિફ્ટીમાં પણ ૨૨,૫૫૦ની ઉપર પહોંચ્યો હતો.
સેન્સેક્સ ૨૮૦ પોઇન્ટના ઊંચા ગેપ સાથે ખુલ્યો હતો, સત્ર દરમિયાન ૭૨૦ પોઇન્ટની ઊંચી અને ૩૦૦ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. બેન્ચમાર્ક સત્રને અંતે ૪૮૬.૫૦ ર્પોીંનટ અથવા તો ૦.૬૬ ટકા ઉછળીને ૭૪,૩૩૯.૪૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૧૬૭.૯૫ પોઇન્ટ અથવા તો ૦.૭૫ ટકાના સુધારે ૨૨,૫૭૦૩૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે. નિષ્ણાતો અનુસાર બજારનો અંડરટોન મજબૂત છે.
વિશ્ર્વ બજારના નકારાત્મક સંકેત વચ્ચે શરૂઆતમાં નિરસ માહોલમાં બજાર નેગેટિવ અને પોઝિટિવ ઝોનમાં અટવાઈ ગયું હતું. સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ બંને અનિર્ણિત દિશામાં અટવાઇ ગયા હતાં અને એવું જણાતું હતું કે ચાર દિવસના બેક-ટુ-બેક ઉછાળા પછી આખલો પોરો ખાવાનું પસંદ કરશે.
આ દરમિયાન, નોંધવા જેવી બાબત એ છે કે, વ્યાપક બજાર સૂચકાંકોએ ઊંચા મથાળે વેપાર કરવાનું ચાલુ રાખ્યું છે.પાછલા કેટલાક સત્રથી સ્મોલ અને મિડકેપ શેરોમાં રોકાણકારોનું આકર્ષણ વધતું દેખાઇ રહ્યું છે. ગુરુવારના સત્રમાં નિફ્ટી મીડિયા અને નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ લીડ ગેઇનર રહ્યાં હતા.
નેદાંતાના ચોથા ત્રિમાસિક સમયગાળાનો ચોખ્કો નફો ૨૭.૨ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૩૬૯ કરોડ નોંધાયો છે. આઇનોક્સ વિન્ડના બોર્ડે ૩:૧ના રેશિયોમાં બોનસ શેરને મંજૂરી આપી છે. ગ્લેનમાર્ક લાઇફનો નેટ પ્રોફિટ ૩૩ ટકા ઘટીને રૂ. ૯૮ કરોડ નોંધાયો છે. એસીસીનો ચોથા ત્રિમાસિગક સમયગાળોનો ચોખ્ખો નફો ચારગણો વધીને રૂ. ૯૪૫ કરોડની સપાટીએ પહોંચ્યો છે.
ગ્રેટેક્સ્ટ કોર્પોરેશન સર્વિસિસનો શેર ૬.૪૧ ટકા વધીને રૂ.૫૪૮ની સપાટીએ પહોંચ્યો હતો. શેર બ્રોકિંગ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, કોર્પોરેટ એડવાઇઝરી અને મર્ચન્ટ બેન્કિંગ ક્ષેત્રે કાર્યરત આ કંપનીએ બિઝનેસ ઉપરાંતની પ્રવૃત્તિમાં ગ્રેટેક્સ સ્પોર્ટ પ્રોગ્રામ અંતર્ગત ચેમ્પિઅન્સ અનલીઝની જાહેરાત કરી છે અને તેમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યુગાન્ડાની ક્રિકેટ ટીમમાં રમતા અલ્પેશ રામજાનીની બ્રાન્ડ એમ્બેસેડર કરીકે પસંદગી કરી છે. કંપની સીેસઆર અંતર્ગત પણ વિવિધ આયોજન કરી રહી છે. કોટક બેન્કના શેરમાં કડાકાને કારણે પ્રારંભિક સત્રમાં સેન્ટિમેન્ટ ખોરવાયુું હોવાથી બેન્ચમાર્ક સૂચકાંકોને વધુ ધક્કો લાગ્યો છે અને ગબડવા માટે કારણ મળ્યું હતું. રિઝર્વ બેન્કના અનેક પ્રતિબંધના આદેશને કારણે વેચવાલી વધતા કોટક બેંકનના શેરમાં ૧૦ ટકા સુધી કડાકો બોલાયો હતો. ચોથા ક્વાર્ટરના પરિણામો પછી હિંદુસ્તાન યુનિલીવરના શેરમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ફિનટેક કંપની નેટવર્ક પીપલ સર્વિસીસ ટેક્નોલોજીસ લિમિટેડ (એનપીએસટી) એ નાણાકીય વર્ષ ૨૦૨૪ના અને તેના ચોથા ક્વાર્ટરના ઓડિટેડ પરિણામ જાહેર કર્યો છે. સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીે ૨૧૬.૨૭ ટકા ની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૩૦.૦૮ કરોડની કુલ આવક, ૨૫૨.૯૯ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૪૩.૭૦ કરોડનો એબિટા, ૩૩.૫૯ ટકાનું એબિટા માર્જિન, ૩૦૯.૬૬ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૨૬૫.૭૧ કરોડનો ચોખ્ખો નફો, ૨૦.૫૩ ટકાનું નેટ પ્રોફિટ માર્જિન નોંધાવ્યું છે.