શેર બજાર

નવી વિક્રમી સપાટીને સ્પર્શ્યા બાદ અણધાર્યા યુ ટર્ન સાથે સેન્સેક્સ ૯૩૦ પોઇન્ટ નીચી સપાટીએ પટકાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારે નવી વિક્રમી સપાટીને સ્પર્શ્યા બાદ અણધારી રીતે યુ ટર્ન લઇને ઝડપી ધબડકો બોલાવ્યો હોવાથી ઘણાં રિટેલ રોકાણકારો ભેરવાઇ ગયાં હતાં. સેન્સેક્સ ૪૭૬ના ઉછાળા સાથે ૭૧,૯૧૩ પોઇન્ટની તાજી વિક્રમી ટોચ પર પહોંચ્યા પછી પ્રોફિટ બુકિંગનો જોરદાર મારો શરૂ થતાં બુધવારે લગભગ ૧૧૦૦ પોઈન્ટથી નીચી સપાટીને પટકાઇને અંતે ૯૩૦.૮૮ પોઇન્ટ અથવા તો ૧.૩૦ ટકાના કડાકા સાથે વધુ ઘટીને ૭૧,૦૦૦ની સપાટી તોડતો ૭૦,૩૦૨.૬૦ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે ૭૦,૫૦૬.૩૧એ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી પણ ૧૪૦ પોઇન્ટ ઉછળીને ૨૧,૫૯૩ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીને અથડાઇને અંતે અંતે ૩૦૨.૯૫ પોઇન્ટ અથવા તો ૧.૪૧ ટકાના ઘટાડા સાથે ૨૧,૧૫૦.૧૫ની સપાટીએ સેટલ થયો હતો.

એકધારી આગેકૂચ બાદ કરેકશન તોળાઇ રહ્યું હતું અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાની સંભાવનાને કારણે પ્રોફિટ બુકિંગને માર્ગ મળી ગયો હતો. સેન્સેક્સના શેરોમાં એચડીએફસી બેન્કને બાદ કરતા તમામ શેર ગબડ્યા હતા. ટાટા સ્ટીલ ટોપ લુઝર બન્યો હતો. એનટીપીસી, ટાટા મોટર્સ, એચસીએલ ટેક, મહિન્દ્રા, સ્ટેટ બેન્ક, પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, લાર્સન અને જેએસડબલ્યુમાં વધુ ઘટાડો હતો. ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડિયા શેલ્ટર્સના આઇપીઓનું અનુક્રમે ૭૭ ટકા અને ૨૬ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું હતું. આઇટીસી લિમિટેડે પ્રોડક્ટ એક્સપાન્શન અંતર્ગત આગામી ક્ધઝ્પ્શનની મોસમને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયન મેકેડેમિયા નટ્સ સાથે પાંચ ટેર્સીંટ સેન્સેશન સાથેની આઇટીસી પેબેલ ચોકલેટ્સ બજારમાં મૂકી છે. ફેબેલે ઓસ્ટ્રેલિયન માસ્ટર શેફ એન્ડી એલેનના ઓટોગ્રાફ ધરાવતી ૨૫૦૦ લિમિટેડ એડિશનની રજૂઆત કરી હતી. કોટક મહિન્દ્રા લાઇફ ઇન્સ્યોરન્સે વાર્ષિક પ્રીમિયમના ૧૦૦ ગણા કવર આપનારી યુનિટ લિન્કડ ટર્મ ઇન્સ્યોરન્સ સ્કીમ બજારમાં મૂકી છે. નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ શેરઆંકોમાં બે ટકા જેવો કડાકો જોવા મળ્યો હતો. એફએમસીજી એકમાત્ર સેક્ટોરલ ઇન્ડેક્સ ગ્રીનમાં ટ્રેડિંગ કરતો હતો, જ્યારે બેન્કો અને આઇટી શેરઆંક ગબડયા હતા. ઓટો, મીડિયા, મેટલ, પીએસયુ બેંકો અને રિયલ્ટી શેરોમાં ઘટાડો તીવ્ર હતો.

ટકાવારીની દ્રષ્ટિએ, નિફ્ટીમાં બુધવારે નોંધાયેલો ઘટાડો ૨૬ ઓક્ટોબર પછીનો એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો. માત્ર છેલ્લા એક મહિનામાં, ઇન્ડેક્સ ૧,૫૦૦ પોઈન્ટ્સ અથવા લગભગ ૭.૬ ટકા ઊછળ્યો છે અને નવેમ્બર ૨૦૨૩માં નિફ્ટી માટે શ્રેષ્ઠ મહિનો બન્યો છે. ભારતમાં કોવિડ સબવેરિયન્ટ વધતા કેસોને કારણે પણ પ્રોફિટ બુકિંગને થોડું ટ્રીગર મળ્યું હતું. જોકે, ફાર્મા ઇન્ડેક્સ પણ એક ટકાથી વધુ ઘટ્યો હતો. બજારના મૂડમાં અચાનક આવેલા ફેરફારે સહભાગીઓને ચકિત કર્યા કારણ કે તમામ વૈશ્ર્વિક અને સ્થાનિક સંકેતો હકારાત્મક છે.

એશિયા અને યુરોપના બજારોના સારા સંકેત ઉપરાંત યુએસ ૧૦-વર્ષ અને ૨-વર્ષના બોન્ડની ઉપજ દરેક ૧૦૦ બેસિસ પોઇન્ટથી વધુ ઘટી છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ હજુ પણ ૮૦ ડોલરના સ્તરની નીચે ટ્રેડ થઈ રહ્યા છે. વેલ્યુએશન પેરામીટર્સ અને ટેકનિકલ સંકેતકોે બંને છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળેલી વન-વે રેલી બાદ આગળ એકત્રીકરણનો સંકેત આપી
રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…