
મુંબઈ : ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે પણ તેજી જોવા મળી છે. જેમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 155.60 પોઈન્ટના વધારા સાથે 80,520.09 પર ખુલ્યો હતો.
જયારે નિફ્ટી 27.95ના વધારા સાથે 24,653.00 પર ખુલ્યો છે. હાલ બજારમાં હકારાત્મક સેન્ટીમેન્ટ જોવા મળી રહ્યો છે.
આજે સેન્સેકસની 30માંથી 23 કંપનીઓ વધારા સાથે ખુલી અને 5 કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જયારે બે કંપની શેર કોઈ વઘ ઘટ વિના ખુલ્યા હતા. જયારે નિફ્ટીના 50 કંપનીઓમાંથી 38 કંપની શેરોમાં વધારો અને 12 કંપનીના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
એશિયન બજારમાં તેજી
આ ઉપરાંત એશિયન બજારમાં તેજી જોવા મળી છે. જેમાં જાપાનનો નિક્કી 225 0.31 ટકા વધ્યો, જ્યારે વ્યાપક ટોપિક્સ ઇન્ડેક્સ 0.28 ટકા વધ્યો.
દક્ષિણ કોરિયામાં, કોસ્પી 0.45 ટકા વધ્યો, અને ઇન્ડેક્સ કોસ્ડેક 0.14 ટકાના નજીવા વધારા સાથે બંધ થયો હતો.
યુએસ શેરબજાર ઘટાડા સાથે બંધ થયા હતા
યુએસ શેરબજારમાં સોમવારે મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.04 ટકા વધીને 45,562.78 પર બંધ થયો.
જ્યારે એસએન્ડપી 500 0.64 ટકા ઘટીને 6,460.26 પર બંધ થયો. તેમજ નાસ્ડેક 1.15 ટકાના ઘટાડા સાથે 21,455.55 પર બંધ થયો હતો.
આ પણ વાંચો…શેરબજારમાં આ રીતે તો રોકાણ કરવાનો શોર્ટ કટ અપનાવતા નથી, જૂનાગઢમાંથી કૌંભાંડ પકડાયું, જાણો મામલો?