મુંબઈ : સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે માત્ર ભારતમાં આજે શેરબજારમાં ટ્રેડિંગ(Stock Market)થઈ રહ્યું છે. ભારતીય શેરબજારમાં નવા વર્ષના પ્રથમ દિવસે શેરબજારની વધારા સાથે શરુઆત થઇ છે. જેમાં સેન્સેક્સ 99.38 પોઈન્ટ વધીને 78,251.76 પર ટ્રેડ કરી રહ્યો છે. જયારે નિફ્ટી 20.55 પોઈન્ટના વધારા સાથે 23,665.35 પર ટ્રેડ કરી રહ્યો છે. ભારતીય શેરબજારમાં વર્ષ 2024નું છેલ્લું સત્ર નજીવા નુકસાન સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ 109.12 પોઈન્ટ જ્યારે નિફ્ટી 50 ફ્લેટ 23,644.80 પર બંધ રહ્યો હતો.
આ શેરોમાં જોવા મળી હલચલ શેરબજારમાં આજે સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક વગેરે તેજીમાં છે. જ્યારે નેસ્લે, ઇન્ડસઇન્ડ બેંક, આઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Also read :નવા વર્ષમાં સેન્સેક્સ 1 લાખના આંકડાને પાર કરશે?
2024માં રોકાણકારોની સંપત્તિમાં રુપિયા 77.66 લાખ કરોડનો વધારો વર્ષ 2024માં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં રૂ. 77.66 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સ આઠ ટકાથી વધુ વધ્યો હતો. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે આ વર્ષે વિશ્વભરમાં અનિશ્ચિતતા હોવા છતાં, ભારતીય બજારોએ સારું વળતર આપ્યું છે.
ઓક્ટોબરમાં જ સેન્સેક્સ 4,910.72 પોઈન્ટ ઘટ્યો આ વર્ષે 8 એપ્રિલે પ્રથમ વખત BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલ 400 લાખ કરોડના સ્તરે પહોંચ્યું હતું. FIIની વેચવાલી, યુએસ પ્રમુખપદની ચૂંટણી પછી વૈશ્વિક અનિશ્ચિતતામાં વધારો અને વધતી જતા ફુગાવાને કારણે ભારતીય બજાર ઝડપથી ઘટ્યું હતું. માત્ર ઓક્ટોબરમાં જ સેન્સેક્સ 4,910.72 પોઈન્ટ ઘટ્યો હતો.