(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સકારાત્મક સંકેત અને આશાવાદને આધારે સેન્સેક્સ અને નિફ્ટી આજે ઓલ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરવા જજુમી રહ્યા છે. ભારતના બ્લુ-ચિપ્સ બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50 અને સેન્સેક્સ ગુરુવારે ઉંચા ખૂલ્યા અને ઝડપથીતાજી ઓલ-ટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યા હતા.
અમેરિકાના ફુગાવાના ડેટાએ ફેડરલ રિઝર્વ દ્વારા દર વધારાના ચક્રમાં વિરામની સંભાવનાને દફન કરી દીધી હોવાના અહેવાલો અને અટકળો પછી વૈશ્વિક ઇકવિટી માર્કેટના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો.
સવારે 9:15 સુધીમાં નિફ્ટી 50 0.29% વધીને 20,127.95ની નવી ઓલ-ટાઇમ હાઈ પર હતો, જ્યારે S&P BSE સેન્સેક્સ 0.24% વધીને 67,627.03 પર હતો.
આ પછી સેન્સેકસે ૬૭,૭૭૧ સુધી અને નિફ્ટીએ ૨૦,૧૬૭ સુધી આગેકૂચ કરી હતી. જોકે પ્રોફિટ બુકિંગ શરૂ થતાં આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ રેડ ઝોનમાં ઘૂસી ગયો છે અને નિફ્ટીએ તમામ સુધારો ગુમાવી ચુક્યો છે.
આ અગાઉ નિફ્ટીએ સોમવાર અને મંગળવારે નવા શિખર સર કર્યા હતા, જ્યારે સેન્સેક્સે 20 જુલાઈ પછી પ્રથમ વખત રેકોર્ડ ઉંચી સપાટી બનાવી હતી.
મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી…
મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી...