શેર બજાર

એફઆઇઆઇની એકધારી વેચવાલી વચ્ચે સેન્સેક્સે ૬૬,૦૦૦ની સપાટી ગુમાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની એકધારી વેચવાલીના દબાણ વચ્ચે શેરબજારમાં સતત બીજા સત્રમાં પણ નિરસ માહોલ રહ્યો હતો અને ખાસ કરીને આઇટી અન્ે બેન્કિંગ શેરોમાં જોરદાર વેચવાલીને કારણે સેન્સેક્સે સાધારણ ઘટાડા સાથે ૬૬,૦૦૦ની સપાટી ગુમાવી હતી.

સત્રને સેન્સેક્સ ૭૮.૨૨ પોઇન્ટ અથવા તો ૦.૧૨ ટકાના ઘટાડા સાથે ૬૬,૦૦૦ની સપાટી તોડતો ૬૫,૯૪૫.૪૭ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. સત્ર દરમિયાન બેન્ચમાર્ક ૧૫૮.૦૬ પોઇન્ટ અથડા તો ૦.૨૩ ટકાના ઘટાડા સાથે ૬૫,૮૬૫.૬૩ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. નિફ્ટી ૯.૮૫ પોઇન્ટ અથવા તો ૦.૦૫ ટકાના ઘટાડા સાથે ૧૯,૬૬૪.૭૦ની સપાટીએ સ્થિર થયો હતો.
બજારનો એકંદર અંડરટોન નબળો હતો. જોકે, નિફ્ટીના ૫૦માંથી ૨૩ શેરમાં ઘટાડો અને ૨૭ શેરમાં સુધારો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૧૪ શેરમાં ઘટાડો અને ૧૬ શેરોમાં સુધારો હતો.

ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૨૯ ટકાના કડાકા સાથે ટોપ લૂઝર્સ બન્યો હતો. અન્ય ઘટનારા અગ્રણી શેરોમાં ટેક મહિન્દ્રા, કોટક બેન્ક, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટસ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને બજાજ ફિનસર્વનો સમાવેશ હતો. જ્યારે ૧.૫૮ ટકાના ઉછાળા સાથે નેસ્લે ઇન્ડિયા ટોપ ગેઇનર બન્યો હતો. ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેન્કનો અન્ય અગ્રણી ટોપ ગેઇનર્સમાં સમાવેશ હતો.

પ્રાઇમરી માર્કેટમાં એસએમઇ આઇપીઓની ભરમાર ચાલુ છે. એસએમઇ પ્લેટફોર્મ પર ઢગલોબંધ એસએમઇ આઇપીઓ આવી રહ્યાં છે. એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ આજે બે એસએમઇ આઇપીઓ આવી રહ્યાં છે. બ્રોડર માર્કેટમાં મિશ્ર હવામાન રહ્યું હતું બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ ૦.૦૯ ટકા લપસ્યો હતો જયારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૩૩ ટકા આગળ વધ્યો હતો.

ટોચની સ્ટોક બ્રોકિંગ ફર્મે જણાવ્યું હતું કે બજારમાં મિશ્ર છતાં નિરસ વલણ જોવા મળ્યું હતું, જેમાં એશિયા અને યુરોપના શેરબજારોના નકારાત્મક સંકેતને કારણે સેન્ટિમેન્ટ વધુ ડહોળાયું હતું. રોકાણકારો સક્રિય રીતે વૈશ્ર્વિક બજાર સાથે સંકળાયેલી કંપનીઓમાં માલ હળવો કરી રહ્યા છે અને સ્થાનિક બજાર પર ફોકસ ધરાવતી કંપનીઓમાં એક્સપોઝર વધારી રહ્યાં છે. ઊંચા વ્યાજદના લાંબા સમયગાળાને કારણે વૈશ્ર્વિક અર્થતંત્રમાં મંદીનો ભય તોળાઇ રહ્યો છે. એનાલિસ્ટ માને છે કે જેપી મોર્ગનના ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં ગવર્મેન્ટ બોન્ડના સમાવેશને કારણે ફંડીંગ કોસ્ટમાં ઘટાડો થવાથી ફાઇનાન્શિયલ સેકટરને લાભ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button