નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં તેજીનો તરખાટ ચાલુ રહ્યો છે.સેન્સેકસમાં ૫૫૦નો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી ૨૦,૩૦૦ની ઉપર પહોંચ્યો છે. તમામ સેક્ટરમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે.
શુક્રવારે સાર્વત્રિક લેવાલી અને વૈશ્વિક બજારોમાં ફેડ દ્વારા ટ્રિગર થયેલી તેજીને ટ્રૅક કરવા સેન્સેક્સ અને નિફ્ટીએ સતત બીજા દિવસે રેકોર્ડ ઊંચાઈ હાંસલ કરી હતી. નિફ્ટી મેટલ અને આઈટી સેક્ટર ટોચના સેક્ટોરલ ગેનર બન્યા હતા. આ મહિનાના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં નવી ઊંચાઈ હાંસલ કર્યા બાદ માર્કેટ કોન્સોલિડેટ થવાની શક્યતા છે. સકારાત્મક સમાચારોનો પ્રવાહ અને નીચા મથાળે લેવાલી બજારને સ્થિતિસ્થાપક બનાવી શકે છે.
બજાર માટે હવે સૌથી મજબૂત પ્રેરકબળ યુએસ બોન્ડ યીલ્ડનો તીવ્ર ઘટાડો છે (10-વર્ષ લગભગ 3.95 ટકા છે) જે ભારત જેવા ઉભરતા બજારોમાં મોટા મૂડી પ્રવાહને ટ્રિગર કરે છે. લાર્જ કેપ ફાઇનાન્શિયલ અને આઇટી વ્યાજબી સ્તરે હોવાથી આ સેગમેન્ટ્સ સારો દેખાવ કરવાનું ચાલુ રાખશે.
એકંદર તેજીના કારણો મોજૂદ હોવા છતાં, રોકાણકારોએ શેરની પસંદગી વખતે સાવચેતી રાખવી જોઈએ.
Taboola Feed