શેર બજાર

સેન્સેક્સ બે સપ્તાહની ઊંચી સપાટીએ, મિડકૅપ ઈન્ડેક્સ નવા શિખરે, ડાઉજોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ પહેલી વાર ૪૦,૦૦૦ને સ્પર્શ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારના નબળા સંકેત છતાં ચોથા તબક્કામાં તુલનાત્મક રીતે સારું મતદાન થયું હોવાના અહેવાલો વચ્ચે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળવાથી શેરબજારમાં પોઝિટીવ ઝોન જળવાઇ રહ્યો હતો. ચોથા મતદાન તબક્કા દરમિયાન મતદાનમાં થયેલા વધારાને બજાર દ્વારા હકારાત્મક રીતે જોવામાં આવી રહ્યું છે. સત્રને અંતે બીએસઇનો ત્રીસ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૨૫૩.૩૧ પોઈન્ટ અથવા ૦.૩૪ ટકા વધીને ૭૩,૯૧૭.૩૦ પોઇન્ટની સપાટી પર અને એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૬૨.૨૫ પોઈન્ટ ૦.૨૮ ટકા વધીને ૨૨,૪૬૬.૧૦ પોઇન્ટ પર સ્થિર થયો છે.

દરમિયાન ઇન્ફેલશન ડેટાને આધારે, અમેરિકાની ફેડરલ રિઝર્વ આ વર્ષે ઓછામાં ઓછું બે વખત રેટ કટ કરશે એવા આશાવાદને કારણે લેવાલીનો ટેકો મળતાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજે પહેલી વખત ૪૦,૦૦૦ પોઇન્ટના માઇલસ્ટોનને સ્પર્શ કર્યો હતો. બીએસઇ અને એનએસઇ બંને પર ઓટો ઇન્ડેક્સ બે ટકા જેવી આગેકૂચ સાથે ટોચના ક્ષેત્રીય લાભકર્તાઓમાં હતા, મેટલ ઈન્ડેક્સ પણ લગભગ બે ટકા વધ્યા છે. માર્કેટ બ્રેડ્થ વ્યાપકપણે ગેનર્સની તરફેણમાં હતી. કુલ ટ્રેડેડ શેરોમાં ૨,૧૧૮ શેર વધ્યા હતા, ૧,૨૪૯ શેર્સ ઘટ્યા હતા અને ૧૦૩ શેર યથાવત રહ્યા હતા.

એમએન્ડએમ ૫.૯૭ ટકા અન્ે રિલાયન્સ ૦.૭૩ ટકા ઊછળ્યો હતો. અન્ય ગેઇનર્સમાં જેેસડબલ્યુ સ્ટીલ, અલ્ટ્રા સીમેન્ટ, કોટક મહિન્દ્ર બેન્ક, એનટીપીસી અને આઇટીસીનો સમાવેશ હતો. જ્યારે ટોપ લુઝર્સ શેરોમાં ટીસૂએસ, એચસીએલ ટેક, એચયુએલ, નેસ્લે ઇન્ડિયા, બજાજ ફિનસર્વ, વિપ્રો અને ઇન્ફોસિસનો સમાવેશ હતો.

સ્ટીલ ઉદ્યોગમાં કોમ્પ્રીહેન્સીવ પેકેજિંગ સોલ્યુશન પ્રોવાઇડર અને હાઇ ટેન્સાઈલ સ્ટીલ સ્ટ્રેપિંગની ઉત્પાદક અને નિકાસકાર, ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સ લિમિટેડની અદ્યતન સ્ટ્રેપિંગ લાઇન, દર મહિને ૧,૫૦૦ એમટીની સ્થાપિત ક્ષમતા સાથે ૧૪ મેના રોજ કાર્યરત થઈ છે. જેનું ઉદ્દેશ્ય ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા અને ઉત્પાદન ક્ષમતા વધારવાના છે. આ પર્યાવરણને અનુકૂળ સુવિધા સ્ટીલ ઉદ્યોગની વધતી જતી માગને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્રૂપ છે. અમુક વર્ગ એવી માન્યતા ધરાવે છે કે વધુ મતદાન એનડીએની જીતની ખાતરી આપતું નથી અને ઓછું મતદાન તેનાથી વપિરીત પરિણામ આપશે એવું માની ના શકાય. બજાર હવે ચૂંટણી પરિણામો વિશે વધુ આશાવાદી લાગે છે. વિશ્ર્લેષકો અપેક્ષા રાખે છે કે ચૂંટણીના પરિણામો પછી વિદેશી સંસ્થાકીય રોકાણકારો ફરી લેવાલી શરૂ કરશે. એક અહેવાલ અનુસાર એફઆઇઆઇએ ઓછા મતદાનને કારણે સ્થિર સરકારની આશા ગુમાવી હોવાથી એકધારી વેચવાલી કરી રહ્યા છે. જો કે, વોલેટિલિટી યથાવત્ રહેવાની ધારણાં છે અને ચૂંટણી પરિણામોના આગલા દિવસોમાં તે વધી શકે છે. આજે શનિવારે યોજાનારા સ્પેશિય સેશન માટે જોકે કોઇ પણ એનાલ્સિટ ટિપ્પણી કરવા તૈયાર નથી.
નાના શેરોમાં એકધારી લેવાલી અને આગેકૂચ ચાલુ રહી છે, જે બજાર પર રોકાણકારોનો વિશ્ર્વાસ દર્શાવે છે. મિડકેપ અને સ્મોલકેપ પ્રત્યેક ઇનડેક્સમાં એકાદ ટકાથી વધુ વધારા સાથે વ્યાપક બજારોએ સૂચકાંકોને પાછળ રાખી દીધા છે. લાર્જકેપમાં રોકાણકારોને હજુપણ વેલ્યુએશન્સની ચિંતા હોય એવું લાગે છે.

અગ્રણી સ્ટોક બ્રોકિંગ ફર્મના રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, બજાર હાલમાં રિકવરીના તબક્કામાં છે અને અમે આ વલણ વ્યાપક-આધારિત વ્યાજના વળતર સુધી ચાલુ રહેવાની ધારણા રાખીએ છીએ. તેમણે નિફ્ટી ૫૦ બેન્માર્ક માટે ૨૨,૨૦૦-૨૨,૭૦૦ની રેન્જ નજીકનાથી મધ્યમ ગાળા માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

એક અન્ય મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિર્સ્ટં બજારમાં મજબૂતીના કારણો તરીકે સકારાત્મક વૈશ્ર્વિક અને સ્થાનિક સંકેતોને ટાંક્યા હતા. એપ્રિલમાં યુએસ ફુગાવામાં ઘટાડો અને રીટેલ વેચાણ ઠંડું પડવાથી ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં ઘટાડો કરવાનો માર્ગ મોકળો થયો છે. આ સાનુકૂળ વૈશ્ર્વિક પરિબળ મધર માર્કેટને સ્થિતિસ્થાપકતા પ્રદાન કરી શકે છે, જેનાથી અન્ય બજારોને સ્થિરતા મળી શકે છે.

સ્થાનિક ધોરણે મતદાનના ચોથા તબક્કામાં મતદારોના મતદાનમાં થયેલો સુધારો બજારના પરિપ્રેક્ષ્યમાં સકારાત્મક છે, કારણ કે તે ચૂંટણીના પરિણામો સાથે સંકળાયેલા કેટલાક ડરને દૂર કરે છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. એ નોંધવું રહ્યું કે, મે મહિનામાં અત્યાર સુધીમાં સેન્સેક્સ ૯૪૭.૩૯ પોઈન્ટ અથવા ૧.૩૦ ટકાનું, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સમાં ૨૪૪.૩૫ પોઈન્ટ્સ અથવા ૧.૦૮ ટકાનું ધોવાણ થયું છે. વધુમાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય ઈક્વિટીમાંથી રૂ. ૨૭,૬૧૯ કરોડ સુધીની વેચવાલી નોંધાવી છે.

સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૫.૯૭ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૩૬ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૮૯ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૧.૫૦ ટકા અને આઈટીસી ૧.૨૪ ટકા વધ્યા હતા, જ્યારે ટીસીએસ ૧.૭૦ ટકા, એચસીએલ ટેક ૧.૧૧ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૧ ટકા, નેસ્લે ઈન્ડિયા ૦.૯૦ ટકા અને બજાજ ફિનસર્વ ૦.૭૩ ટકા ઘટ્યા હતા. આ સત્રમાં બે કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ