સેન્સેક્સે ૨૬૮ પોઇન્ટની આગેકૂચ સાથે ૭૪,૨૦૦ની સપાટી વટાવી, નિફ્ટી ૨૨,૫૫૦ની ઉપર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક ઇકિવ્ટી બજારના સંકેતો મિશ્ર રહ્યાં હોવા છતાં ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ સાધારણ સુધારા સાથે પોઝિટિવ જોનમાં ટકી રહેવામાં સફળ રહ્યાં હતાં. અમેરિકાની ફેડરલ રિઝર્વની તાજેતરની નાણાકીય નીતિની મીટિંગની મિનિટ્સ જાહેર કરવામાં આવે તે પહેલાં બજારમાં એકંદર સાવચેતીભર્યું વલણ પ્રવર્તી રહ્યું હતું.
નિફ્ટી ૫૦ ૬૮.૭૫ પોઈન્ટ અથવા ૦.૩૧ ટકા વધીને ૨૨,૫૯૭.૮૦ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો, જ્યારે સેન્સેક્સ ૨૬૭.૭૫ પોઈન્ટ અથવા ૦.૭૫ ટકા વધીને ૭૪,૨૨૧.૦૬ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ ૨૬૬.૨૫ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકા ઘટીને ૪૭,૭૮૧.૯૫ પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.
હિંદુસ્તાન યુનિલીવર, રિલાયન્સ, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ, આઇટીસી અને અલ્ટ્રા ટેક સિમેન્ટ ટોપ ગેઇનર્સ રહ્યા હતા, જ્યારે સ્ટેટ બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સ ટોપ લુઝર્સ રહ્યાં હતાં. નિફ્ટીના શેરોમાં સિપ્લા, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, હિંદુસ્તાન યુનિલિવર, કોલ ઈન્ડિયા અને રિલાયન્સ ટોપ ગેઇનર્સ હતા, જ્યારે શ્રીરામ ફાઈનાન્સ, અપોલો હોસ્પિટલ, હિન્દાલ્કો, હીરો મોટોકોર્પ અને એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સનો સમાવેશ ટોપ લુઝર્સ શેરોમાં હતો. ઈન્ડિયન વોલેટિલિટી ઈન્ડેક્સ (ઈન્ડિયા વીઆઇએક્સ) ૧.૫૭ ટકા ઘટીને ૨૧.૮૧ પર બંધ થયો હતો.
પેટીએમની ચોખ્ખી ખોટ નાણાકીય વર્ષ ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરમાં વિસ્તરીને રૂ. ૫૫૦ કરોડની સપાટીએ પહોંચી, જ્યારે વાર્ષિક ધોરણે સંકોચાઇને રૂ. ૧૪૨૨.૪૦ કરોડના સ્તરે પહોંચી. પાછલા વર્ષે કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. ૧૬૭.૫૦ કરોડની ખોટ નોંધાવી હતી. બીકોન ટ્રસ્ટીશિપનો આઇપીઓ ૨૮મીએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. ૫૭-૬૦ પ્રતિ શેર નક્કી થઇ છે.
કોર્પોરેટ હલચલમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીની જાણતી કંપનીમાંની એક ખજાંચી જ્વેલર્સ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના પરિણામમાં ૨૬૧.૧૩ ટકાના વાર્ષિક વધારા સાથે રૂ. ૨૭.૩૨ કરોડનો ચોખઅખો નફો અને ૭૦.૫૧ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૮૨૧.૫૩ કરોડની કુલ આવક નોંધાવી છે. એબિટા ૧૪૮.૯૭ ટકાના વધારા સાથે રૂ. ૪૧.૭૮ કરોડ અને એબિટા માર્જિન ૫.૦૯ ટકા તથા ૩.૩૩ ટકાનું રહ્યું છે.
ડાઇરેક્ટ સેલિંગ મોડલ અંતર્ગત વિશ્ર્વના ૬૦ દેશમાં હાજરી ધરાવતી મૂળ સ્વીડીશ કંપની ઓરીફલેમ ભારતમાં બે ઉત્પાદન સવલત ધરાવે છે અને આરએન્ડડીમાં વધુ રોકાણ કરી રહી છે. ખાસ કરીને બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટનું દેશભરમાં વેચાણ કરનારી આ કંપનીએ ઇન્ડિયન હેડ તરીકે એદિતા ક્યુરેકની નિમણુંક કરીને પહેલી જ વખત એક મહિલાને સ્થાન આપ્યું છે. વિશ્ર્વભરમાં કંપનીના શ્રમબળમાં મહિલાઓનો હિસ્સો ૬૦ ટકા જેટલો છે. કંપની લગભગ ૫૦૦ પ્રોડકટ્નું ડાઇરેકટ સેલિંગ કરે છે અને ૧.૫ અબજ યુરોનું વાર્ષિક વેચાણ ધરાવે છે.
માર્ચ ક્વાર્ટરમાં ૨૫ ટકાના ઘટાડા સાથે રૂ. ૪૮૯.૬૨ કરોડનો ચોખ્ખો નફો નોંધાવનાર ભેલના શેરમાં ્રઠ ટકાનો કડાકો બોલાયો હતો. કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. ૬૫૮.૦૨ કરોડ રહ્યો હતો. કુલ આવક રૂ. ૮,૩૩૮.૬૧ કરોડ સામે સહેજ વધીને રૂ. ૮,૪૧૬.૮૪ કરોડના સ્તરે રહી હતી. સિપ્લાને યુએસએફડીએ તરફથી ેનરીઓડાઇડના માર્કેટિંગ માટે પરવાનગી મળી ગઇ છે.
ઇન્ડિયન બેન્કના બોર્ડે ઇક્વિટી અને ડેટ સાધનો મારફત રૂ. ૧૨,૦૦૦ કરોડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સેક્ટોરલ મોરચે, મેટલ, બેન્કિંગ, ફાઇનાન્સ, પીએસયુ બેન્ક અને ઓટો ઇન્ડેક્સને બાદ કરતાં અન્ય તમામ બેન્ચમાર્ક ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.
લાર્જકેપ અને મિડકેપ શેરોની આગેવાની હેઠળ સુધારો ચાલુ રહેતા વ્યાપક બજારના બેન્ચમાર્ક પોઝિટિવ ઝોનમાં બંધ થયા હતા. અન્ય ક્ષેત્રીય સૂચકાંકોમાં રિયલ્ટી અને એફએમસીજી શેરોએ આઉટપરફોર્મ કર્યું હતું જ્યારે મેટલ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ શેરોમાં ઘટાડો થયો હતો.
માર્કેટ એનલિસ્ટે જણાવ્યું હતું કે, બજાર આ સત્રમાં પણ અસ્થિર રહ્યું હતું પરંતુ સામાન્ય લાભ સાથે સમાપ્ત થયું હતું.
ફ્લેટ પ્રારંભ પછી નિફ્ટી મોટા ભાગના સત્રમાં સાંકડી રેન્જમાં વધઘટ કરીને ૨૨,૫૮૬ પર બંધ રહ્યો હતો. એફએમસીજી અને રિયલ્ટીમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે મેટલ અને બેન્કિંગ પાછળ રહ્યા હતા. વ્યાપક સૂચકાંકો સમાન પેટર્નને પ્રતિબિંબિત કરે છે, જેના પરિણામે ફ્લેટ માર્કેટ બ્રેડ્થ જોવા મળે છે.
તમામ મુખ્ય ક્ષેત્રો ઇન્ડેક્સની રિકવરીમાં ફાળો આપી રહ્યા છે, પરંતુ બેન્કિંગ સેક્ટરની નીચી કામગીરી ગતિને મર્યાદિત કરી રહી છે, એમ કહેતા તેમણે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે, બજારની અસ્તવ્યસ્તતા વચ્ચે નિફ્ટી ઇન્ડેક્સ ટૂંક સમયમાં તેની વિક્રમી ઊંચી સપાટી ફરી હાંસલ કરશે.