શેર બજાર

વિશ્ર્વ બજારના મજબૂત સંકેત સાથે સેન્સેક્સમાં ૧૪૭ પોઇન્ટનો સુધારો, નિફ્ટી ૨૪,૮૦૦ની ઉપર

મુંબઈ: વૈશ્ર્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે કોમોડિટી, ટેલિકોમ અને ક્ધઝ્યુમર શેરોમાં સારી લેવાલી નીકળતાં ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ગુરુવારે ૮૧,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરવામાં સફળ થયો હતો જ્યારે નિફ્ટી ૨૪,૮૦૦ની ઉપર બંધ રહ્યો હતો. સતત ત્રીજા દિવસે વધીને ત્રીસ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૧૪૭.૮૯ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા વધીને ૮૧,૦૫૩.૧૯ પોઇન્ટ પર બંધ થયો હતો. દિવસ દરમિયાન તે ૩૩૧.૧૫ પોઈન્ટ વધીને ૮૧,૨૩૬.૪૫ની ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યો હતો. સળંગ છઠ્ઠા સત્ર સુધી લાભને લંબાવતા, એનએસઇનો નિફ્ટી ૪૧.૩૦ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા વધીને ૨૪,૮૧૧.૫૦ પર સમાપ્ત થયો. સેન્સેક્સ પેકમાં ભારતી એરટેલ સૌથી વધુ ૧.૬૩ ટકા વધ્યો હતો, ત્યારબાદ ટોપ ગેઇનર્સ શેરોમાં ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાઇટન, એશિયન પેઇન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ્સનો સમાવેશ હતો. બીજી તરફ, એમએન્ડએમ, એનટીપીસી, ટાટા મોટર્સ, ટીસીએસ અને પાવરગ્રીડ ટોપ લૂધર્સ શેરોની યાદીમાં સામેલ હતા.

પેટીએમ તેનો એન્ટરટેન્મેન્ટ ટીકીટીંગ બિઝનેસ ઝોમેટોને રૂ. ૨૦૪૮ કરોડમાં વેચી રહી છે. પ્રીમિયર એનર્જી મૂડીબજારમાં ૨૭મી ઓગસ્ટે રૂ. ૨,૮૩૦.૪૦ કરોડના બુક બિલ્ટ ઈશ્યુ સાથે પ્રવેશી રહી છે અને ૨૯ ઓગસ્ટે ભરણું બંધ થશે. પ્રીમિયર એનર્જીના શેરની ફાળવણી ૩૦ ઓગસ્ટે નક્કી થવાની ધારણા છે. શેર એનએસઇ અને બીએસઇ પર લિસ્ટેડ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૪૨૭ થી રૂ.૪૫૦ પ્રતિ શેર અને લઘુત્તમ લોટ સાઈઝ ૩૩ શેરનો છે. ઇરેડિઆએ રૂ. ૪,૫૦૦નો ફંડ રેઇઝિંગ પ્લાન જાહેર કર્યો છે.

બીસી જિંદાલ જૂથે રૂ. ૨.૫ અબજ ડોલરના રોકાણ સાથે રિન્યુએબલ એનર્જી સેકટરમાં પ્રવેશ કર્યો છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ઉપભોકતા થીમ આધારિત ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ એક્સિસ ક્ધઝમ્પશન ફંડ લાવી રહી છે, જેનો બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ડિયા ક્ધઝમ્પશન ટીઆરઆઇ રહેશે. એનએફઓ ૨૩ ઓગસ્ટે ખૂલશે અને ૬ઠી સપ્ટેમ્બરે બંધ થશે. અરજીની લઘુત્તમ રકમ રૂ. ૧૦૦ છે. ડાબર દક્ષિણ ભારતમાં રૂ. ૪૦૦ કરોડના રોકાણ સાથે પહેલો પ્લાન્ટ સ્થાપશે. ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ અને અપોલો હોસ્પિટલ્સ નિફ્ટીના ટોપ ગેઇનર્સ હતા, જ્યારે ટાટા મોટર્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એનટીપીસી, વિપ્રો અને એમએન્ડએમ ટોપ લુઝર્સ હતા. સેક્ટર્સમાં પાવર ઇન્ડેક્સ એક ટકા ડાઉન હતો, જ્યારે ફાર્મા, ઑઇલ એન્ડ ગેસ, ઑટો, આઇટી નજીવો નીચો હતો.

બીજી બાજુ બેન્ક, એફએમસીજી, મેટલ, રિયલ્ટી, ટેલિકોમ ઈન્ડેક્સ ૦.૫-૧.૪ ટકા સુધી વધ્યા છે. નિફ્ટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સ ૪૧,૮૩૪ની તાજી ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો પરંતુ ૪૧,૫૦૬.૨૦ પર લાલ રંગમાં નજીવો અંત આવ્યો હતો. બીએસઈ પર એબોટ ઈન્ડિયા, એલેમ્બિક, અશોક લેલેન્ડ, ભણસાલી એન્જિનિયરિંગ, કોલગેટ પામોલિવ, કોરોમંડલ ઈન્ટરનેશનલ, ફિનો પેમેન્ટ્સ, જિલેટ ઈન્ડિયા, ગુફિક બાયો, આઈનોક્સ ગ્રીન, જુબિલન્ટ ફૂડવર્કસ, એમ એન્ડ એમ ફાઈનાન્સિયલ, મોરેપેન લેબ, એમફેસિસ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, રાણે મદ્રાસ, સતલજ ટેક્સટાઈલ્સ, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ, ટીવીએસ મોટર વગેરે સહિત ૩૩૦થી વધુ શેરો બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા હતા.

બ્રોડર માર્કેટમાં બીએસઇનો સ્મોલ કેપ ઇન્ડેક્સ ૦.૪૭ ટકા અને મિડકેપ ઇન્ડેક્સ ૦.૬૭ ટકા આગળ વધ્યો હતો. યુટિલિટી, પાવર, ઓઇલ અને ગેસ, એનર્જી તથા આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. રોકાણકારો વિશ્ર્વબજારની હલચલ પર નજર રાખી રહ્યાં છે. બજાર રેકસન હોલમાં શુક્રવારે રજૂ થનારી ફેડરલ રિઝર્વના ચેરમેનની સ્પીચની આતુરતાથી રાહ જોઇ રહ્યું છે. આ સ્પીચમાં ફેડરલના રેટ કટ અંગેના નિર્ણય સંદર્ભે સંકેત મળશે અને તે ઇક્વિટી માર્કેટને દિશા આપશે.

બજારના અભ્યાસુઓએ જણાવ્યું હતું કે, સકારાત્મક વૈશ્ર્વિક સેન્ટિમેન્ટને કારણે સ્થાનિક બજારમાં સાધારણ ઉછાળો જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button