શેર બજાર

સેન્સેક્સ 600 પોઇન્ટ નીચે પટકાઇને અંતે 286ના ઘટાડે સ્થિર થયો, નિફ્ટી 19,450ની નીચે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એકધારા વિદેશી ફંડના આઉટફ્લો અને વિશ્વબજારના નબળા સંકેતો વચ્ચે બુધવારે પણ શેરબજારમાં ધબડકો જોવા મળ્યો છે. સેન્સેકસ એક તબક્કે 633.33 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 19,400ની નીચે ઘૂસી ગયો હતો. આ તબક્કે માર્કેટ કેપમાંથી રૂ. 3.23 લાખ કરોડનું ધોવાણ થઇ ગયું હતું. જોકે, અંતે સેન્સેક્સ 286.06 ર્પોીંનટ અથવા તો 0.44 ટકાના ઘટાડે 65,226.04 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી 92.65 પોઇન્ટ અથવા તો 0.47 ટકા અથવા તો 19,436.10 પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. શેરબજારમાં રસાકસીનો ખેલ ચાલું રહ્યો છે. એફઆઇઆઇની એકધારી વેચવાલી સાથે અમેરિકાના ટે્રઝરી બિલ અને ડોલર ઇન્ડેક્સના ઉછાળા વચ્ચે તેજીવાળા મૂંઝાઇ ગયા છે. એક તરફ વિદેશી ફંડો વેચવાલ રહ્યાં છે અને તેને બીજી તરફ આ વેચવાલી વધુ તીવ્ર બને એવા પરિબળોમાં ડોલર ઇન્ડેક્સ 10 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જ્યારે યુએસ ટે્રઝરી યિલ્ડ 16 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે. આ પરિબળો બજારને નીચી સપાટીએ ખેંચવા માટે પર્યાપ્ત છે. એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક, એનટીપીસી: એક્સિસ બેન્ક 4.38 ટકાના કડાકા સાથે ટોપ લૂઝર બન્યો હતો. સેન્સેક્સના ઘટનાર શેરોમાં સ્ટેટ બેન્ક, એનટીપીસી, એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, મારૂતિ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા સ્ટીલ અને બજાજ ફિનસર્વ મુખ્ય હતા. જ્યારે નેસ્લે, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી બેંક અને એશિયન પેઈન્ટ્સ વધનારા શેરોમાં સામેલ હતા. લોજિસ્ટિક સર્વિસ ક્ષેત્રની કમિટેડ કાર્ગો કેર લિમિટેડ છઠી ઑક્ટોબર, 2023ના રોજ ઇનિશિયલ પબ્લિક ઑફરિગ સાથે મૂડીબજારમાં પ્રવેશ કરશે. કંપની આ આઇપીઓના માધ્યમથી રૂ. 24.95 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેના શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. ઈશ્યુ પ્રાઇઝ રૂ. 77 પ્રતિ શેર નક્કી થઇ છે અને માર્કેટ લોટ સાઈઝ 1,600 ઈક્વિટી શેરની છે.

એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો અને હોંગકોંગ નીચા મથાળે ટે્રડ થઈ રહ્યા હતા જ્યારે શાંઘાઈ પોઝીટીવ ટેરીટરીમાં ક્વોટ થયા હતા. મંગળવારે અમેરિકન બજારો એક ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે રૂ. 2,034.14 કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી.

ટેકનોગ્રીન સોલ્યુશન્સ, અપડેટર સર્વિસિસ: ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ કંપની અપડેટર સર્વિસિસ લિમિટેડના શેર એનએસઇ પર, તેના રૂ. 300ના ભાવ સામે પાંચ ટકાના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 285ની સપાટીએ લિસ્ટેડ થયા હતા. જ્યારે બીએસઇ પર 0.03 ટકાના ઘટાડા સાથે રૂ. 299.90ની સપાટીએ લિસ્ટેડ થયા બાદ રૂ. 285 સુધી ગબડ્યો હતો. એન્વાયરોન્મેન્ટલ આઇટી સોલ્યુશન પ્રોવાઇડર કંપની ટેકનોગ્રીન સોલ્યુશન્સ લિમિટેડનો આઇપીઓ બેીસઇ એસએમઇ પ્લેટપોર્મ પર પાછલા સપ્તાહે આવ્યો હતો. આ શેરમાં પાછલા સાત દિવસથી અપર સર્કિટ જોવા મળી છે. બુધવારના સત્રમાં પણ તેમાં અપર સર્કિટ હતી. તેમાં એચએનઆઇની લેવાલી સાથે ઊંચા વોલ્યુમ હતું.વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.10 ટકા ઘટીને 90.83 ડોલર પ્રતિ બેરલ થયું છે. વૈશ્વિક સંકેતો નજીકના ગાળામાં બજારો માટે નકારાત્મક છે. યુએસ બોન્ડ યીલ્ડમાં સતત વધારો એફઆઈઆઈને વેચવાલી માટે ઉત્તેજિત કરે છે, તેમાં ઘટાડો થવાના કોઈ સંકેતો દેખાતા નથી.

ડોલર ઇન્ડેક્સ હવે સ્પષ્ટપણે 107થી ઉપર છે અને યુએસ બોન્ડ યીલ્ડ 4.83 ટકા છે. આનો અર્થ એ છે કે ઋઈંઈં વેચવાનું ચાલુ રાખશે અને તેજીઓ બેકફૂટ પર રહેશે. હકારાત્મક બાજુએ, કેટલાક સેગમેન્ટમાં વેલ્યુએશન આકર્ષક બની રહ્યા છે અને આનાથી ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ અને રિટેલ રોકાણકારો આવા સેગમેન્ટમાં સ્ટોક ખરીદવા આકર્ષાઈ શકે છે.
રેમકો સિમેન્ટ્સ, નેસ્લે ઇન્ડિયા અને એસ્કોર્ટ્સ: સેકટરલ ધોરણે, એફએમસીજી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સિવાય, અન્ય તમામ ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતાં, જેમાં ઓટો, કેપિટલ ગુડ્સ, પાવર, પીએસયુ બેન્ક, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, મેટલ અને રિયલ્ટી એકથી ત્રણ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button