![A bull charging upwards on a stock market chart](/wp-content/uploads/2023/11/BSE.webp)
નિલેશ વાઘેલા
મુંબઇ: તેજીની દોડ ચાલુ રાખતા શેરબજારે આજે શનિવારે સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં નવો રેકોર્ડ હાઈ સપાટી બનાવી છે. સેન્સેક્સ 73881 પોઈન્ટ અને નિફ્ટી 22407 પોઈન્ટ પર ખુલ્યો હતો. વિશેષ સત્ર દરમિયાન નિફ્ટી 22,419.55 પોઇન્ટની નવી ઇન્ટ્રા ડે હાઈ સપાટીએ અથડાઈ અંતે 56.25 પોઇન્ટના સુધારા સાથે 22,395 પોઇન્ટની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ સ્થિર થયો હતો.
એ જ રીતે, સેન્સેકસ સત્ર દરમિયાન 73, 982.12 પોઇન્ટની નવી ઇન્ટ્રા ડે હાઈ સપાટીએ અથડાઈ અંતે 114.55 પોઇન્ટના સુધારા સાથે 73,860.26 પોઇન્ટની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ સ્થિર થયો હતો.
આ રીતે ખુલતા સત્ર સામે વધુ ઉછાળો નથી, જોકે આજે શનિવારે રજા હોવા છતાં તેજી જળવાઈ રહી છે, જે રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે. આજે NSE અને BSE દ્વારા ડિઝાસ્ટર રિકવરી સાઇટ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે જેના કારણે બજાર ખુલ્લું છે. આજે ટ્રેડિંગ 2 સેશનનું આયોજન હતું, જેમાંથી પ્રાથમિક સાઇટ પર પ્રથમ ટ્રેડિંગ સેશન સવારે 9.15 વાગ્યે શરૂ થયું અને 10 વાગ્યા સુધી ટ્રેડિંગ ચાલુ રહ્યું હતું.
હવે પછી NSE BSE પ્રાઇમરી સાઇટથી ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર સ્વિચઓવર કરશે. ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર 11.30 વાગ્યે ફરીથી લાઇવ ટ્રેડિંગ શરૂ થશે જે બપોરે 12.30 વાગ્યે બંધ થશે.
પ્રથમ સત્ર માટે પ્રી-ઓપન સેશન સવારે 9 થી 9.08 વચ્ચે ચાલુ રહ્યું હતું. બીજા સત્રના ટ્રેડિંગ માટે પ્રી-ઓપન સેશન સવારે 11.15 થી 11.23 વચ્ચે રહેશે. આપત્તિ સ્થળે બંધ સત્ર 12.40 થી 12.50 ની વચ્ચે રહેશે. રવિવારે બજાર બંધ રહેશે. સોમવારે બજાર તેના સામાન્ય સમયે ખુલશે.
બજારના સાધનો અનુસાર જીડીપીના પ્રોત્સાહક ડેટાને કારણે તેજીનો માહોલ રચાયો છે. ત્રીજા ક્વાર્ટરમાં દેશના જીડીપીના આંકડા આર્થિક વિકાસની ગાડી પાટે હોવાનું પ્રતીક છે. આ કારણે હેવિવેઇટ શેરોમાં સારી લેવાલી જોવા મળી છે. એસબીઆઈથી લઈને તમામ આર્થિક સંસ્થાઓએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી અંદાજમાં વધારો કર્યો છે. પરંતુ સામાન્ય લોકો સાથે જોડાયેલા પ્રશ્ન હજુ પણ વણઉકેલ્યા છે. દેશ ચરમસીમાએ પહોંચ્યો છે.