ટોપ ન્યૂઝવેપારશેર બજાર

Stock Market : શેરબજારની સપાટ શરૂઆત, સેન્સેક્સ વધારો તો નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો

મુંબઇ: ભારતીય શેરબજારની(Stock Market)આજે સપાટ શરૂઆત થઇ છે. જેમાં સેન્સેક્સ 6.83 પોઈન્ટના વધારા સાથે 81,928 પર નજીવા ખૂલ્યો છે. જોકે નિફ્ટી 7.10 પોઈન્ટના ઘટાડા સાથે 25,034 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં ઓપનિંગ સમયે 1296 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને 346 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

FMCG સેક્ટરમાં અડધા ટકાથી વધુનો વધારો

વૈશ્વિક બજારોની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. શેરબજારની શરૂઆતમાં બેન્ક નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઓટો, પીએસયુ બેન્ક જેવા ક્ષેત્રીય સૂચકાંકોમાં પણ નબળું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. IT શેરમાં વધારાને કારણે IT ઇન્ડેક્સમાં વધારો જોવા મળી રહ્યો છે અને FMCG ઇન્ડેક્સ ઘટાડા સાથે ખુલ્યો હોવા છતાં 5 મિનિટની અંદર આ FMCG સેક્ટરમાં અડધા ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

બજાર ખુલ્યું ત્યારે બેન્ક નિફ્ટીમાં ઘટાડો હતો

સવારે બજાર ખુલ્યું ત્યારે બેન્ક નિફ્ટીમાં ઘટાડો હતો પરંતુ ખુલ્યાની 15 મિનિટમાં તેજીના તબક્કામાં પાછો ફરી. જ્યારે FMCG સેક્ટરમાં બ્રિટાનિયા તેજીમાં છે પરંતુ ITC લગભગ ઓલ ટાઈમ હાઈની નજીક આવી ગયું છે. શેરબજારમાં સવારે 9.30 વાગ્યે સેન્સેક્સ 81,773.78 પર અને નિફ્ટી 24,995.65 પર ટ્રેડ કરી રહ્યો છે.

નિફ્ટીના ઘટતા શેરોની અપડેટ

ONGCમાં કાચા તેલમાં ઘટાડા બાદ નીચા સ્તરે કારોબાર જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે તે FMCG માર્કેટને સ્પષ્ટપણે પ્રોત્સાહન આપી રહ્યું છે અને IT ઇન્ડેક્સ તેને ટેકો આપી રહ્યો છે.

ગઈ કાલે શેરબજાર કયા સ્તરે બંધ હતું?

મંગળવારે સેન્સેક્સ 361.75 પોઈન્ટ ના વધારા સાથે 81,921.29 પર બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી 104.70 પોઈન્ટ ના ઉછાળા બાદ 25,041.10 પર બંધ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker