ટોપ ન્યૂઝવેપાર અને વાણિજ્યશેર બજાર

સેન્સેકસ ૫૬૦ પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી ૧૯,૭૬૦ની નીચે ખાબક્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: યુએસ ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક વ્યાજ દરો યથાવત રાખવા છતાં તેને લાંબા સમય સુધી ઊંચા રાખવાનો સંકેત આપ્યો હોવાથી, ગુરુવારે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક સતત ત્રીજા સત્રમાં રેડ ઝોનમાં ખુલ્યા હતા.


ખુલતા સત્રમાં સવારે 9.23 વાગ્યે સેન્સેક્સ 309 પોઈન્ટ અથવા 0.46% ઘટીને 66,492 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 82 પોઈન્ટ અથવા 0.41% ઘટીને 19,819 પર ટ્રેડ કરી રહ્યો હતો.


સેન્સેક્સ પેકમાંથી, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને નેસ્લે ડિસ્કાઉન્ટ સાથે ખુલ્યા હતા, જ્યારે માત્ર સન ફાર્મા, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ અને એનટીપીસી ઊંચા ભાવ સાથે ખુલ્યા હતા.


આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ઝડપથી ગબડી રહ્યો છે અને ૪૬૭ પોઇન્ટના ગાબડાં સાથે ૬૬,૩૦૦ તરફ વધી રહ્યો છે. જ્યારે નિફ્ટી ૫૬૦ પોઇન્ટના કડાકા સાથે ૧૯,૭૬૦
સુધી ગબડ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button