નિલેશ વાઘેલા
મુંબઇ: આજે સપ્તાહના અંતિમ દિવસે સેન્સેકસ ફરી ૭૦૦ના કડાકા સાથે ૭૦,૩૫૦ની નીચે જઈ પાછો ફર્યો છે, જ્યારે નિફ્ટી પણ ૨૧,૩૦૦ની નીચે અથડાઈને પાછો ફર્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસે લગભગ ૨૦૦ પોઈન્ટનો ઘટાડો પચાવી લીધો છે. પાછલા સત્રમાં બુધવારે આજ રીતે પ્રારંભિક સત્રમાં ધોવાણ નોંધાવી તીવ્ર અફડાતફડીમાંથી પસાર થયા પછી, ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો પોઝિટિવ ઝોનમાં સારા એવા આગળ વધ્યા હતા.
જોકે ગુરુવારે સપ્તાહના છેલ્લા દિવસે તેમ બંને બેન્ચ માર્ક ફરી ગબડ્યા હતા અને નીચી સપાટી સામે સહેજ પાછા ફર્યા હતા. ખાસ કરીને ટેક મહિન્દ્રાના નબળા પરિણામો પર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોની આગેવાનીએ વેચવાલી તીવ્ર બની હતી અને ઇન્ડેક્સ હેવીવેટ શેર ધોવાયા હતા. એચડીએફસી અને ઝીલના શેરમાં ધોવાણ ચાલુ રહેતા સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું.
બીજી તરફ, વ્યાપક બજારમાં મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં લેવાલી જળવાઈ રહેતા ઉક્ત બન્ને શેરઆંકોમાં સુધારો આગળ વધ્યો હતો. બજારના સાધનો અનુસાર આજે માસિક વલણનો છેલ્લો દિવસ હોવા સાથે અમેરિકન બોન્ડની યિલ્ડના વધારા અને એફઆઈઆઇની એકધારી જોરદાર વેચવાલી બેન્ચમાર્કને નીચે ધકેલી રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને