મુંબઇ : ભારતીય શેરબજાર(Stock Market) સપ્તાહના અંતિમ દિવસે ઘટાડા સાથે કારોબાર શરૂ કર્યો હતો. સેન્સેક્સ 565.40 પોઈન્ટ ઘટાડા સાથે 80,724.56 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 156.90 પોઇન્ટના ઘટાડા સાથે 24,391.80 પર ટ્રેડ કરી રહ્યો છે.
અડધાથી વધુ શેરમાં ઘટાડો જોવા મળ્યો
શુક્રવારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 21 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા અને માત્ર 9 કંપનીઓના શેર જ વધારા સાથે ખુલ્યા હતા. જ્યારે નિફ્ટીની 50 કંપનીઓમાંથી 29 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા, 19 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા હતા, તેમજ 2 કંપનીઓના શેર કોઈપણ ફેરફાર વગર ખુલ્યા હતા.
Also read: શેરબજારની ઠંડી શરૂઆત, આ સેક્ટરર્સના શેરોમાં ઉછાળો
આ કંપનીઓના શેર વધારો જોવા મળ્યો
સેન્સેક્સ કંપનીઓમાં પાવર ગ્રીડના શેર આજે સૌથી વધુ 0.73 ટકાના વધારા સાથે ખૂલ્યા હતા. આ સિવાય ભારતી એરટેલના શેરમાં 0.48 ટકા, અદાણી પોર્ટ્સના શેરમાં 0.47 ટકા, ટાટા મોટર્સના શેરમાં 0.18 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 0.18 ટકા, નેસ્લે ઈન્ડિયાના શેરમાં 0.14 ટકા, એશિયન પેઇન્ટ્સના શેરમાં 0.12 ટકાનો વધારો થયો છે. ફાર્મા 0.07 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.03 ટકા. એનટીપીસીના શેર આજે કોઈપણ ફેરફાર વગર ખુલ્યા હતા.