નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં પાછલા શુક્રવારથી રોજ નવા ઇતિહાસ સર્જાઈ રહ્યા છે. સોમવાર પછી મંગળવારના સત્રમાં પણ સેન્સેકસ ૭૦,૦૦૦ અને નિફ્ટી ૨૧૦૦૦ પાર કરી ગયો અને પાછો પણ ફરી ગયો.
તેજીના આશાવાદ વચ્ચે બંને ઇન્ડેક્સ નેગેટિવ ઝોનમાં સરકી રહ્યા છે! આના કારણોની આપણે મુંબઇ સમાચારમાં ચર્ચા કરી જ છે.
હાલ તો વૈશ્વિક અને સ્થાનિક પરિબળો હાલ તેજીવાળાની તરફેણમાં છે. અલબત્ત ટેકનિકલ એનાલિસ્ટનું માનીએ તો નિફ્ટી તેના ૨૧,૦૦૦ના મજબૂત અવરોધને પાર કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યો છે.
નવી વિક્રમી સપાટીની લગોલગ હોવાથી આજના સત્રમાં શેરબજારમાં સેન્સેક્સ સીધો ૭૦,૦૦૦ની ઉપર અને નિફ્ટી ૨૧૦૦૦ની ઉપર ખુલ્યો હતો. જોકે બંને ઇન્ડેક્સ ઝાઝું ટકી શક્યા નહોતા.
આ લખાઈ રહ્યું છે ત્યારે બંને ઇન્ડેક્સ ઉપરોક્ત સર્વોચ્ય સપાટીની ઉપર ઉપર જવા સંઘર્ષ કરી રહ્યા છે. જોકે વિશ્લેષકો માને છે બજારનો અંડરટોન મજબૂત છે.
વિશ્વ બજારના સંકેત સારા છે. વર્લ્ડ ઇકોનોમીમાં સુધારો છે. ક્રૂડના ભાવ તુલનાએ સ્થિર છે. સ્થાનિક અર્થતંત્ર, ફુગાવો, વિકાસદર બધું સમુસુતરું છે. બજારની નજર ફેડરલની નીતિ અને નિર્ણયની જાહેરાત પર મંડાયેલી છે. ફેડરલની જાહેરાત બજારનો મૂડ અને દિશા નક્કી કરશે.
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો